તૈયારીઓ અંતિમ ચરણમાં: ૨૫૦થી વધુ કાર્યકર્તાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ: અસંખ્ય શ્રેષ્ઠીઓની હાજરીમાં અશ્રુભીની વિદાય અપાશે કોર કમિટીના બહેનોએ ‘અબતક’ને આપ્યું આમંત્રણ
છેલ્લા બે માસથી દીકરાનું ઘર વૃઘ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે યોજાનાર વ્હાલુડીના વિવાહને રપ૦ થી વધુ કાર્યકર્તાઓ દ્વારા તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને આખરી ઓ અપાઇ રહ્યો છે. પિતાની છત્રછાયા ગુમાવેલ રર વ્હાલી દીકરીઓને તા. રર ડીસેમ્બરના રોજ અસંખ્ય શ્રેષ્ઠીઓની હાજરીમાં અશ્રુભીની વિદાય અપાશે ત્યારે લાગણીસભર દ્રશ્યો સર્જાશે.
આ પ્રસંગ માત્ર ‘દીકરાનું ઘર’નો ન બની રહે, સમગ્ર સમાજનો પ્રસંગ બની જાય એવા ભાવ સાથે સંસ્થા દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સહિત પાંચ હજારથી વધુ લોકો આ જાજરમાન પ્રસંગમાં જોડાનાર છે. શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને રુબરુ નિયંત્રણ લગભગ ૧પથી વધુ ટીમ દ્વારા પાઠવાયા છે.
કોર કમિટિના સભ્યો ઉપેનભાઇ મોદી, હસુભાઇ રાચ્છ, રાધીબેન જીવાણી, કાશ્મીરાબેન દોશી, વર્ષાબેન આદ્રોજા, કલ્પનાબેન દોશી, પ્રિતીબેન વોરા, ગીતાબેન કે.પટેલ, રુપાબેન વોરા, કિરણબેન, પ્રિતીબેન તન્ના, અલ્કાબેન પારેખ સહીતના દીકરાનું ઘર પરિવારના સભ્યો અબતક પરિવારને આમંત્રણ પાઠવવા મુલાકાતે પધાર્યા હતા.
વ્હાલુડીના વિવાહના વિવિધ માંગલિક પ્રસંગોમાં મહેંદી રસમ તા.૨૧/૨૨ને શનિવારે સવારે ૮.૦૦ કલાકે, કાળજુ ધોવાનો અવસર જેમાં લોક સાહિત્યના આભુષણ સમા મોટા ગજાના કલાકાર માયાભાઈ આહિર તા.૨૧મીએ રાત્રે ‘દિકરી’ પરનું સાહિત્ય પીરસી કાળજુ ધોવડાવશે, તા.૨૨ ડિસેમ્બરને રવિવારના રોજ સાંજે ૪.૦૦ કલાકે જાન આગમન, ૭.૧૫ કલાકે હસ્ત મેળાપ, ૭.૦૦ કલાકે ભોજન સમારંભતેમજ રાત્રે ૯.૩૦ કલાકે જાન વિદાય થશે. શુભ સમુહ લગ્નોત્સવમાં અધ્યક્ષ સ્થાને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી હાજરી આપી વિવાહ મહોત્સવને ચાર ચાંદ લગાડશે.