સુરેન્દ્રનગર શહેરમાં બે માસ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લા અધિક્ષક દ્વારા જાહેરનામું બહાર પાડી અને સુરેન્દ્રનગર શહેરની મોટી શાકમાર્કેટ બહાર બકાલા વાળા તેમજ ફ્રુટવાળા ધંધો કરી અને લારીઓ રાખતા હતા પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને આ લોકોને સુંદર રીતે જાહેર માર્ગ ઉપરથી ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ લોકોને ખસેડવામાં આવતા રાજકીય લોકો પાસે આ લારી વાળાઓ દોડી ગયા હતા પરંતુ વહીવટી તંત્રએ રાજકીય લોકો ની રજૂઆત ને કોઈ પાત્રને ન્યાય આપી નહોતી પરંતુ થોડીક ઢીલ મુકવાની ખાનગી રાહે ટ્રાફિક શાખાને જણાવવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર શહેરના અન્ય માર્ગો પર તો ફરીવાર એની ટ્રાફિક સમસ્યા સર્જાઈ ગઈ છે અને લારીઓવાળા પણ ગોઠવાઈ ગયા છે જેવા કે જવાર ચોક વિસ્તાર સ્વામિનારાયણ મંદિર રોડ આચાર્ય માર્કેટ પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં જે રીતે ટ્રાફિક સમસ્યા હતી તે જ રીતે ગોઠવી દેવામાં આવી છે અને આ જાહેર માર્ગ ઉપર જાહેરનામું હોવાના કારણે ઊભા રોડ ઉપર આ લારીઓવાળા અને બકાલા અને ફ્રુટ વાળાઓને ધંધો કરવાની મનાઈ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની શ્રાવણ ટોકીજ રોડ ઉપર ફ્રુટવાળા બકાલા વાળા તેમાંય ધંધાર્થીઓ મોટી માત્રામાં રોડ ઉપર ગોઠવાઈ ગયા છે ત્યારે આ રોડ ઉપર જાહેરનામું નહીં હોય અને ટ્રાફિક શાખા એ જ વ્યવસ્થા કરી હોય તેવું લોકો જણાવી રહ્યા છે ત્યારે આજ વિસ્તારમાં રિવરફ્રન્ટ ઉપર જવા માટે શોર્ટ કટ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે આ રોડ ઉપર અસંખ્ય વાહનો પણ પસાર થાય છે ત્યારે બંને સાઇડમાં અસંખ્ય બકાલા અને ગોઠવાઈ ગોઠવાઈ જતા હોવાના કારણે બન્ને સાઇડ માત્ર 10 થી 1ર ફુટ રોડ બચ્યો છે.
Trending
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ
- Jasdan: પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.230 લાખના ખર્ચે બનનાર પુલનું કર્યું ખાતમુહૂર્ત