લોકમેળાના ગ્રાહક બચાવ સ્ટોક માં પાંચ દિવસીય સેમીનાર યોજાશે
સીકયુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી), મુંબઇ દ્વારા કચ્છ-સૌરાષ્ટ્રના નાણા રોકાણકારોને જાગૃત અને સશકત કરવાના લોકસેવાના હેતુને સફળ બનાવવા માટે પ્રથમ વખત આઝાદીના અમૃત લોકમેળામાં સતત પાંચ દિવસ બપોર બાદ સાંજના ચાર કલાકે સરકારી સંસ્થાના કેટીગરી-ડી ના સ્ટોલ નં. 2,3,4,5 તથા 22,23,24,25 માં સેમીનારનું આયોજન અલગ અલગ વિષય ઉપર કરવામાં આવેલ છે.
સેબીના અધિકારીઓ જે.બી. દિલીપ, પંકજભાઇ ભગેરીયા, ભગવાનદાસ સેમરીયા, બીપીનભાઇ પ્રજાપતિ, શુભમભાઇ પટેલ અને સોનીયાબેન શાહ ખાસ ઉ5સ્થિત રહી આમ જનતાને વિઘ્વતાપૂર્ણ રીતે મૌખિક અને પાવર પોઇન્ટ પઘ્ધતિથી માર્ગદર્શન આપનાર છે.
બી.એસ.ઇ. લી. કાર્તિકભાઇ બાવીસી, સી.ડી.એસ.એલ. ના ધવલભાઇ દવે, ન્યાયમૂર્તિ એન.એમ. ધારાણી, ન્યાયમૂતિ એ.પી. ત્રિવેદી, ન્યાયમૂતિ એન.એમ. ગોહિલ, પ્રોફેસર વિરલભાઇ પીપળીયા, કંપની સેક્રેટરી કુ પૂર્વિબેન દવે શેર બજારના નિષ્ણાંત અશોકભાઇ કોયાણી, વિમા નિષ્ણાંત જી.એન. ગગલાણી વિગેરે અગ્રણીઓ પ્રસંગોચીત માર્ગદર્શન આપનાર છે. સેમીનારોની સફળતાના આયોજનની જવાબદારી રમાબેન માવાણી, તથા તેમની ટીમના સદસ્યોએ સંભાળેલ છે.