એક્ઝિટ પોલના સંકેત બાદ શેરબજારમાં ૧૦ વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી
એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી સરકાર પુન: સત્તા પર આવશે તેવા સંકેતોના પગલે શેરબજારમાં તેજીના ઘોડાપુર આવ્યા હતા. સોમવારે આ તેજીથી રોકાણકારોની સંપતિ ૫.૩૩ લાખ કરોડ વધી જવા પામી હતી. ભાજપ શાષીત એનડીએ પુન: સત્તા પર આવશે તેવા એક્ઝિટ પોલની જાહેરાત થતાંની સાથે જ સેન્સેકસમાં ૧૪૨૨ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઈ સેન્સેકસમાં એક્ઝિટ પોલને પગલે વિક્રમજનક ૧૪૨૨ પોઈન્ટની તેજી આવી હતી. બજાજ ઓટો, ઈન્ફોસીસ, કોટક બ્રાન્ડ ખૂબજ સારી ચાલી હતી. રૂપિયામાં પણ ૬૮.૬૫ સામે ૫૮ પૈસાનો નવો સ્પોર્ટ બનતા અર્થતંત્ર પણ મજબૂત થવાના સંકેત મળ્યા છે. ચૂંટણી પહેલા એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદીના આગેવાનીમાં એનડીએ સરકારના પુન: વાપસીથી બજારે વધાવી લીધો હતો. નરેન્દ્ર મોદી સરકારના સ્થીર શાસન અને ઉદ્યોગોના વિકાસના હિમાયતી ગણાય છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષો દ્વારા અદાણી ગ્રુપ અને અનિલ અંબાણી જુથ સામે અંગુલી નિર્દેશનો જવાબ જાણે એક જ દિવસમાં મળી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. અદાણી જુથના ૬ શેરોમાં સરેરાશ ૧૪.૫ ટકાની વૃદ્ધી જોવાઈ હતી જયારે અનિલ અંબાણી જુથના ૭ શેરોમાં સરેરાશ ૮.૪ ટકાની વૃદ્ધી જોવાઈ હતી. અદાણી જુથનું માર્કેટ કેપ આશરએક્ઝિટ પોલના સંકેત બાદ શેરબજારમાં ૧૦ વર્ષની સૌથી મોટી તેજી જોવા મળી
રૂ.૧૭૪૦૦ કરોડ વધી ૧.૬૩ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલુ પાકિસ્તાન હાલ આર્થિક રીતે ઝજુમી રહ્યું છે. વધુમાં પાકિસ્તાનમાં મંદીના વાવડ પણ એટલા જ મજબૂત બન્યા છે. ડોલરની સામે ભારતીય રૂપિયાનો પણ બે મહિનાનો સૌથી મોટો ઉછાળો આવતા રૂ.૪૯ પૈસા વધુ મજબૂત બન્યો છે.