10 માંથી 1 મહિલા ક્રિપ્ટો કરન્સીની માલીક
વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટ કેપ 1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગઈ છે. પરંતુ છેલ્લા અમુક સમયથી ક્રીપ્ટોમાર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે અને ઘણા ક્રીપ્ટોનું માર્કેટ તૂટી રહ્યું છે. સૌથી મોટા ક્રીપ્ટોની વાત કરીએ તો બિટકોઇનના ભાવમાં 11.5 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. સાંજના 6 વાગ્યાની વાત કરીએ તો બિટકોઇન 26023 ડોલર ઉપર જોવા મળ્યો હતો. ઇથેરિયમ 9.7 ટકા, રિપલ 16.9 ટકા, સોલાના 13.3 ટકાનો અધધ ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં કડાકો બોલતા ભારતીય રોકાણકારો ધોવાયા છે.
અત્યાર સુધીમાં દરેકે લોકો કોઈ જગ્યાએ તો બિટકોઇન વિશે સાંભળ્યું હશે. આ બિટકોઇન એ એક સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી છે, આ માત્ર એક જ ક્રિપ્ટોકરન્સી નથી પરંતુ અન્ય આવી ઘણી બધી ક્રિપ્ટો કરન્સી છે જેમની લોકપ્રિયતા વધી રહી છે. હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે, જેની સંપૂર્ણ માહિતી આ લેખમાં છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં દસમાંથી એક મહિલા કરન્સી ની માલિક છે અને ભારત દેશ વિશ્વનોત્રીજો દેશ આ દિશામાં ઊભરીને આવ્યો છે.
ડિજિટલ કરન્સીના ઝડપી એડોપ્શન વચ્ચે ક્રિપ્ટો કરન્સી માર્કેટ સતત વિવાદોમાં રહ્યું છે. ક્યારેક હેકિંગ તો ક્યારેક કૌંભાંડનો ભોગ બની રહ્યુ છે. થોડામહિના પહેલાં જ ટેરા-લુના ક્રેશના કારણે આખા ક્રિપ્ટો માર્કેટમાં માતમ છવાયો હતો. એટલું જ નહીં ક્રિપ્ટો કરન્સીમાં સતત ધોવાણ થતા આ ક્ષેત્રે જે રોકાણ કરી રહ્યા છે તેમના માટે માથા દિવસો જાણે આવ્યા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ભારતના રોકાણકારોને અસર એટલે વધુ થઈ છે કે હજુ સરકારે આ ક્રિપ્ટો કરન્સી ઉપર જે યોગ્ય નિયમો લાદવા જોઈએ તે લાગુ કર્યા નથી.