કેટલાક સમય માટે ચાલુ રહેલી શેર બજારની તેજીને આજે બ્રેક લાગી છે. આજે સેન્સેક્સ 700 પોઇન્ટ જેટલો ગગડી જતા રોકાણકારોના 2.22 લાખ કરોડથી વધુ ધોવાઈ ગયા હતા. આજે મુખ્ય 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 700 પોઇન્ટના ઘટાડા સાથે 43828 અને 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 197 પોઇન્ટના ઘટાડા સાથે 12858 ના સ્તર પર બંધ થયા હતા.
ઓએનજીસી અને પાવર ગ્રીડના શેરમાં જ સેન્સેક્સ ગ્રીન જોનમાં રહ્યો હતો. કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, સન ફાર્મા અને એચડીએફસી બેન્કમાં મોટા કડાકા થયા હતાં. ઓએનજીસી 6.25 ટકા વધ્યો હતો. થોડા દિવસો સુધી જોવાયેલી તેજી બાદ અચાનક પ્રોફિટ બુકિંગ થતા સેન્સેક્સ ગગડી ગયો હતો.