રૂપિયામાં પણ મજબૂતી, ૭૩.૧૦ પર ખુલ્યો સેન્સેકસ ૩૫૧૯૦ અને નિફટી ૧૦૬૦૦ને પાર
દિવાળીના તહેવારોનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે શેરબજારમાં રોકાણકારો માટે દિવાળીનો માહોલ બન્યો છે. બજાર આજે સકારાત્મક અસરોના કારણે ૭૦૦ પોઈન્ટ ઉંચકાઈ છે. નિફટી ૧૦૫૦૦ની નજીક પહોંચી ગયો છે. જયારે સેન્સેકસ ૩૫૧૪૦ને પાર થવામાં એકંદરે સફળ રહ્યો છે.
બીજી તરફ સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય રૂપિયાની મજબૂતીથી શરૂઆત થઈ છે. એક ડોલરના મુકાબલે ભારતીય રૂપિયો ૩૫ પૈસાની મજબૂતી સાથે ૭૩.૧૦ના સ્તર પર ખુલ્યો હતો. ગઈકાલે કારોબારી સત્રના દિવસે રૂપિયો ૫૦ પૈસાના ઉછાળા સાથે ૭૩.૪૫ પર બંધ રહ્યો હતો. આજે રૂપિયાની સાથો સાથ શેરબજાર પણ ત્તેજી તરફ આગળ વધી રહ્યું છે.આ લખાય છે ત્યારે શેરબજાર ૬૨૨ પોઇન્ટ પ્લસમાં ટ્રેડ થઇ રહ્યા છે.
મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદદારી જોવાઈ રહી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૬૨૨પોઈન્ટ (૧.૮૧ટકા)ના ઉછાળા સાથે ૩૫૦૫૪ના સ્તર પર પહોંચ્યું છે. જયારે ૧૮૨પોઈન્ટ (૧.૭૬ટકા) ઉછાળો જોવા મળ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપમાં અનુક્રમે ૮૯પોઈન્ટ અને ૧૨૨પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
આજે સવારે અમેરિકન ડોલર સામે રૂપિયામાં મજબૂતી જોવા મળી હતી. શુક્રવારે સવારના ટ્રેડિંગમાં ભારતીય રૂપિયો ડોલર સામે ૩૧ પૈસાના સુધારા સો ૭૩.૧૪ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે ક્રૂડના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યા બાદ શેરબજારમાં આજે સવારી જ લેવાલી જોવા મળી હતી.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથો રચનાત્મક વાટાઘાટની ખાતરી આપ્યા બાદ આજે એશિયાના બજારોમાં હોંગકોંગ અને શાંઘાઈ શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. હોંગકોંગ શેરબજારનો હેંગસેંગ ઈન્ડેક્સ આજે સવારે ૨.૪૦ ટકા અવા ૬૧૦.૧૮ પોઈન્ટ્સના જંગી ઉછાળા સો ૨૬,૦૨૬.૧૮ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ ૧.૧૨ ટકા અવા ૩૪.૪૨ પોઈન્ટ્સ વધીને ૨,૬૩૭.૬૫ પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.