રોકાણમાં તોતીંગ ઉછાળાના કારણે ૧૪૦૦૦થી વધુ રોજગારી નિર્માણની અપેક્ષા
દહેજ રોકાણકારોનું હબ બની રહ્યું છે. દહેજ ખાતેના પેટ્રોલીયમ કેમીકલ અને પેટ્રો કેમીકલ ઈન્વેસ્ટમેન્ટ રીઝન ખાતે સનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને મુડી રોકાણ કરવામાં રસ વધતો જાય છે. આંકડાનુસાર છેલ્લા એક વર્ષમાં દહેજ ખાતે ૨૫૦૦૦ કરોડ જેટલું તોતીંગ રોકાણ જોવા મળ્યું છે.
ઈમામી ગ્રુપ, એમઆરએફ લીમીટેડ, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, બોદલ કેમીકલ સહિતની ઘર આંગણાની કંપનીઓ તેમના ગ્રીન ફિલ્ડ પ્રોજેકટ દહેજમાં વિકસાવી રહી છે. મહાકાય કંપનીઓના પ્રોજેકટ ભરૂચ જિલ્લાના ૪૪થી વધુ ગામડાઓમાં ફેલાયેલા જોવા મળે છે.
વિદેશી કંપનીઓએ એક વર્ષના સમયગાળામાં દહેજમાં ૯૫૦ કરોડનું જંગથી મુડી રોકાણ કર્યું છે. આ કંપનીઓમાં સાઉ કોરીયાની કુકડો કેમીકલ્સ દ્વારા રૂ.૩૨૦ કરોડનું રોકાણ યું છે. સ્વીડનની મોટી કેમીકલ કંપની પેરસ્ટોર્પ દ્વારા ૬૫૦ કરોડના રોકાણ કરવામાં આવ્યા છે. વિવિધ કંપનીઓ દ્વારા યેલા રોકાણના કારણે ૧૪૦૦૦ નોકરીઓનું નિર્માણ થયું છે.
આ મામલે ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર ડી.થારાએ કહ્યું હતું કે, દહેજ પોર્ટના કારણે કંપનીઓને વધારાનો પર્યાવરણનો લાભ મળે છે. રો-મટીરીયલના ઉત્પાદકો આ પોર્ટ સાથે જોડાવા વધુ રસ ધરાવે છે.
દહેજના સાઈખા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સૌથી વધુ ઔદ્યોગીક એકમોને જગ્યાઓ ફાળવવામાં આવી છે. દહેજના પીઆઈઆરમાં ૬૫૦ ઔદ્યોગીક એકમોને ૫૦૦૦ હેકટર જમીન ફાળવવામાં આવી છે. ઓએનજીસી પેટ્રો એડીશન લીમીટેડના મેગા પેટ્રો કેમીકલ્સ પ્રોજેકટને પણ દહેજમાં જગ્યા ફાળવવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,