આજે લિસ્ટિંગ થતા રોકાણકારોને ૯૫ ટકા જેટલું વળતર
બર્ગર કિંગ ઇન્ડિયા લિમિટેડનો બજાર લિસ્ટિંગ થયું છે. આજે બર્ગર કિંગના આઇપીઓએ રોકાણકારોની બલ્લે-બલ્લે કરાવી નાખી છે. એકંદરે આઇપીઓના કારણે રોકાણકારોને ૯૫ ટકા જેટલું રિટર્ન મળ્યું છે સરેરાશ બે ગણા રૂપિયા મળ્યા છે.આ રીટન આશરે ૧૦ દિવસમાં મળ્યું છે. રૂ. ૬૦ના ભાવે આપાયેલા શેરના ભાવ ૧૧૯ સુધી બોલાયા છે. પરિણામે રોકાણકારો ખુશખુશાલ છેઆ મામલે અગ્રણી શેરબ્રોકર પરેશભાઈ વાઘાણી ની યાદીમાં જણાવ્યા મુજબ હવે નવો આઇપીઓ બેકટર્સ ફૂડ આવી રહ્યો છે અને આ આઇપીઓમાં પણ અત્યારથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવું લાગે છે આઇપીઓમાં સારું એવું રિટર્ન મળતા નવા નવા ડિમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે આગામી માર્ચ સુધીમાં નવા આઇપીઓ ખૂબ જ મોટે પાયે આવી રહ્યા છેનોંધનીય છે કે, રેસ્ટોરન્ટ ચેઇનચલાવનારી કંપની બર્ગર કિંગ ઇન્ડિયાની પ્રારંભિક જાહેર ઓફરિંગ (ઈંઙઘ) ને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આઈપીઓ છેલ્લા દિવસે ૧૫૬.૬૫ ગણા સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. શેરબજારમાં ઉપલબ્ધ માહિતી મુજબ કંપનીનો આઈપીઓ પાત્ર સંસ્થાકીય રોકાણકાર કેટેગરીમાં ૮૬.૬૪ ગણો, બિન-સંસ્થાકીય કેટેગરીમાં ૩૫૪.૧૧ ગણો અને રિટેલ રોકાણકાર વર્ગમાં ૬૮.૧૪ ગણી અરજીઓ મળી હતી.