બજારના ઉતાર-ચડાવ વચારે મ્યુચ્યુલ ફંડમાં 6891 કરોડનું રોકાણ ગુજરાતમાંથી થયું

છેલ્લા ઘણા સમયથી બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે તેમ છતાં શેરબજારમાં રોકાણકારોનો ભરોસો બરકરાર રહ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે તેઓને આશા છે કે આવનાર સમયમાં શેર બજાર સ્થિર થશે અને તેમના નાણાં છે તે નહીં ડૂબે. ભારે વોલેટાઇલ માર્કેટ હોવા છતાં રોકાણકારો મ્યુચ્યુલ ફંડમાં રોકાણ કરવા માટે પ્રેરિત થયા છે ત્યારે એપ્રિલ માસમાં ગુજરાતમાં જ 6891 કરોડનું રોકાણ

મ્યુચ્યુલ ફંડમાં જોવા મળ્યું છે. શેરબજાર સાથે સંકળાયેલા તજજ્ઞોનું માનવું છે કે રસિયા યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને અમેરિકા દ્વારા જે દર વધારવામાં આવ્યા છે તેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે અને તેની સ્થિતિ જ અસર અર્થવ્યવસ્થા ઉપર જોવા મળી છે. કહેવાય છે કે શેરબજારે અર્થવ્યવસ્થાનું બેરોમીટર છે ત્યારે આર્થિક સ્થિતિમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની અસર બજાર ઉપર જોવા મળતી હોય છે અને પરિણામે હાલ શેરબજારમાં ઊથલપાથલ મચી છે.

તરફ શેરબજારમાં રોકાણ કરો ને ભરોસો પાસે કે તેમના દ્વારા જે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવેલું છે તે મળે નહીં જાય અને તેઓને સારો એવો આર્થિક લાભ પણ થતો રહેશે. પરંતુ જો રોકાણકારો યોગ્ય પોર્ટફોલિયો ને ધ્યાને લઇ રોકાણ કરે તો તેઓને ખૂબ સારું એવું વળતર મળી શકશે. બીજી તરફ આજના યુવા વર્ગ પણ એસઆઈપી માં વધુ ને વધુ રોકાણ કરતા નજરે પડે છે જે ખરા અર્થમાં એક હકારાત્મક અભિગમ કહી શકાય અને મ્યુચ્યુઅલ ફંડ પરનો તેમનો ભરોસો પણ વધારે હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે.

હાલ ફુગાવાનો દર પણ જે ગતિથી આગળ વધ્યો છે તેને નિયંત્રણમાં લાવવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ઘણા ખરા પગલાઓ લીધા છે જેની અસર પણ શેરબજાર ઉપવાસ થાય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આવનારા સમયમાં જે બદલાવ કરવામાં આવ્યા છે તેનાથી ઘણો ફાયદો દેશની અર્થવ્યવસ્થા પર જોવા મળશે અને બજારની સ્થિતિમાં પણ ઝડપી સુધારો આવશે.

આગામી 15 દિવસ રોકાણકારો માટે  રોકાણ કરવાનો શ્રેષ્ઠ સમય: નીરવ શાહ

vlcsnap 2022 05 14 12h15m47s365

ઇકોનો બ્રોકિંગના નિરવભાઈ શાહે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે છેલ્લા એક સપ્તાહથી વધારે સમય વીતી ગયા હોવા છતાં બજારમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે જેનું મુખ્ય કારણ રશિયા યૂક્રેનના યુદ્ધની સાથોસાથ યુએસમાં જે વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે તે એ છે.

બીજી તરફ તેઓએ જણાવ્યું હતું કે આગામી 15 દિવસ રોકાણકારો માટે રોકાણ કરવા માટેના ખૂબ સારા દિવસો છે અને આ સમયગાળામાં જો રોકાણકારો તેમનું રોકાણ સમજી-વિચારીને કરે અને બ્રિટને સમજે તો તેઓને સારું એવું વળતર પણ મળી શકશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે આવનારા સમયમાં જ શેરબજારમાં ઘણો ખરો ફાયદો રોકાણકારોને થશે અને બજારની સ્થિતિ પણ સુધરશે તેની સ્થિતિ અસર દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ પડશે. આ સમય ગાળામાં રોકાણકારો યોગ્ય રીતે રોકાણ કરશે તો તેનો લાભ દેવોને ભવિષ્યમાં સારો એવો મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.