નોટબંધી વખતે ગુગલ પર કળાધનને છુપાવવાની કવેરી સૌથી વધુ ગુજરાતમાંથી આવી હોવાનો ખુલાસો, બીટકોઇન કૌભાંડમાં સુરતથી ટેકસાસ (અમેરિકા) સુધીના લોકોની સંડોવણીની આશંકા
દરરોજ ૧ ટકા વ્યાજ મેળવી સાથે દિવસમાં પૈસા બે ગણા કરવાની ડીલ સારી છે. પરંતુ આવી પોન્જી સ્કીમોથી મોટી આર્થિક મુશ્કેલી પણ સર્જાઇ શકે છે. સુરતમાં બિટકોઇન આધારિત પોન્જી સ્કીમથી જોડાયેલ વધુ એક કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. જેમાં રોકાણકારોના અધધ રર હજાર કરોડ રૂપિયા ધોવાઇ ગયા હોવાનું નોંધાયું છે. આ કૌભાંડ પીએમબી કૌભાંડ કરતા પાણ મોટું છે.
આ બીટકોઇન કૌભાંડમાં સુરતથી લઇ ટેકસાસ (અમેરીકા) સુધીના લોકોની સંડોવણી છે. જેમાં પ્રોપટી ડીલર, હીરા વ્યવસાયી અને ગુજરાતના કેટલાક મોટા નેતાઓના નામ પણ સામે આવે તેવી શંકા છે.
આ કૌભાંડ અંગે એક પ્રોપર્ટી ડીલર શૈલેષ ભટ્ટે ફરીયાદ નોંધાવી હતી. અને આ ફરીયાદના આધારે જ તપાસ શરુ કરાઇ છે.
જણાવી દઇએ કે, ગયા વર્ષે બીટકોઇનની કિંમત ૧૯,૭૦૦ ડોલરથી નીચે પટકાઇ ૧૦૦૦ ડોલરે પહોંચી ગઇ હતી. ગુજરાતમાં શૈલેષ ભટ્ટ સહીતના રોકાણકારોએ રર હજાર કરોડ રૂપિયાના બિટકોઇન બિટકનેકટ કંપનીમાં લગાવ્યા હતા ફીનાન્શિઅલ એકસપ્રેસના અહેવાલ મુજબ નવેમ્બર ૨૦૧૬માં ભારતમાં જયારે નોટબંધી થઇ ત્યારે લગભગ ૪૫ અરબ (૬૫ મીલીયન ડોલર) સુરતમાં બિટકોઇનમાં લગાવાયા હતા. આ ઉ૫રાંત એ પણ ખુલાસો થયો છે કે કે નોટબંધી દરમિયાન ગુગલ પર સૌથી વધુ બીટકોઇન અંગે સર્ચ ગુજરાતમાં થયેલું છે.
નોટબંધી દરમિયાન ગુગલ પર એક પ્રશ્ન સૌથી વધુ ઉચકયો હતો. કે કાળા ધનને કેવી રીતે છુપાવી શકાય ? જેમાં સૌથી વધુ પ્રશ્નો ગુજરાતથી આવ્યા હતા જેના આંકડા ગુગલ ટ્રેડ પર પ્રદર્શિત થયા છે જેમાં કોઇએ ફિપ્ટોકરન્સીમાં રોકાણની વકાલત કરી હતી. અને આ હિપ્ટોકરન્સી ની બબાલમાં ભારતીયોએ ૨૫ ટકા પ્રીમીયમ પર બિટકોઇ ખરીદ્યા હતા અને હાલ ગુજરાતમાં રર હજાર કરોડ રોકાણકારોએ ડુબાવ્યા છે.