સેમિનારમાં તજજ્ઞો દ્વારા રોકાણકારોના પ્રશ્નોનું નિરાકરણ થશે
મોતિલાલ ઓસવાલ ફાયનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ અને એલીગન્ટ સ્ટોક ઈકવીટી દ્વારા રાજકોટમાં રવિવારે સૌરાષ્ટ્રનું વિશાળ વેલ્થ ક્રીએશન સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમીનાર પૂજય પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, આલાપ ગ્રીન સિટી સામે સાંજે ૪ થી ૭ દરમિયાન યોજાશે.
આ વેલ્થ ક્રીએશન સેમીનારમાં સૌરાષ્ટ્રભરમાંથી અંદાજે ૯૦૦ રોકાણકારો ભાગ લેશે. ૨૦૧૯નું જનરલ ઈલેકશન નજીક આવી રહ્યું છે ત્યારે આ સેમીનાર ઈન્ડસ્ટ્રીઝના તજજ્ઞો તથા માર્કેટ વિશેષજ્ઞો સાથે વાર્તાલાપની તક પુરી પાડશે. રોકાણકારો માટે હાલના સંજોગોમાં માર્કેટ ટ્રેન્ડ જાણવાનો તથા તજજ્ઞો દ્વારા રોકાણ માટેની સારી સલાહ મેળવવાનો આ ખુબ જ સારો અવસર છે. આ સેમીનારમાં મોતીલાલ અને શ્રી ક્રિશન શર્મા, એએમસી જેવા માર્કેટ તજજ્ઞોનાં મંતવ્યો જાણવા મળશે તથા તેની ચર્ચા કરવાની તક મળશે.
આ પ્રસંગે મોતીલાલ ઓસવાલ – જણાવ્યું કે, સૌરાષ્ટ્રનાં સૌથી મોટા ઈન્વેસ્ટર વેલ્થ ક્રીએશન સેમીનારનું આયોજન એલીગન્ટ સ્ટોક ઈકવીટીએ કરેલ છે. એલીગન્ટ સ્ટોક ઈકવીટીએ એમઓએફએસએલની ગુજરાતની સૌથી મોટી ફ્રેન્ચાઈઝીમાંની એક છે. તેઓ લગભગ ૨૦,૦૦૦ કસ્ટમર્સને સર્વિસ આપી રહ્યા છે. આ સેમીનાર દ્વારા ઈકવીટી રોકાણથી જેઓ હજુ જોડાવવા માંગે છે તેઓનો સંપર્ક કરાશે. જો યોગ્ય માર્ગદર્શન અને માહિતી મળી રહે તો શેરબજારમાં રોકાણ એ સંપતિ સર્જનનું સૌથી અસરકારક માધ્યમ છે. એલીગન્ટ ગ્રુપના ચેરમેન સમીર ચગે જણાવ્યું હતું કે, ઘણા રોકાણકારોના પ્રશ્નોનાં સમાધાન માટે રોકાણકારો માર્કેટ તજજ્ઞોને સાંભળી શકે તથા તેમની સાથે ચર્ચા કરી શકે એવી તક પુરી પાડવા આ સેમીનારનું આયોજન કરેલ છે.
ઈન્ડીયા ગ્રોથ સ્ટોરીને સમજવા તથા તેનો લાભ લેવા માટે આ સેમીનાર અત્યંત ઉપયોગી સાબિત થશે. મહત્વનું છે કે એલીગન્ટ સ્ટોક ઈકવીટીએ ૧૯૯૩માં રાજકોટમાં નાના પાયે સબ-બ્રોકર બિઝનેશ તરીકે શરૂઆત કરી. તેઓએ ૨૦૦૧માં મોતિલાલ ઓસવાલ ગ્રુપનાં સૌરાષ્ટ્ર ક્ષેત્રનાં માસ્ટર ફ્રેન્ચાઈઝ તરીકે શરૂઆત કરી. સૌરાષ્ટ્રભરમાં લગભગ ૫૦ સબ-બ્રોકરો તથા ૨૦,૦૦૦ રોકાણકારોને અત્યારે સેવા આપી રહ્યા છે. તેઓનો મુખ્ય ઉદેશ ગ્રાહકોની સંપતિ સારી રીતે સમૃદ્ધ થાય તે રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી એલીગન્ટ ગ્રુપને એમઓએફએસએલ પાનઈન્ડીયામાં બેસ્ટ બિઝનેસ એસોસીએટનો એવોર્ડ મળતો આવ્યો છે.