પીછે પડ ગયા ઇન્કમ ટેકસમ
લોકસભાની ચુંટણીનો ધમધમાટ શરુ થઇ ગયો છે ત્યારે એક તરફ દેશમાં નિષ્પક્ષ ચુંટણી માટેની વ્યવસ્થામાં ચુંટણી પંચને વહીવટી તંત્ર પરોવાઇ ગયું છે. ત્યારે ગઇકાલે ઇન્કમ ટેકસ વિભાગે માયાવતીના પૂર્વ સચિવ અને નિવૃત આઇએસએસ અધિકારી નેત્રમના ઘરેથી પકડેલી ડાયરીના આધારે ર૦૧૧ સુધી માં રરપ કરોડ રૂપિયાની ર૪ મિલ્કતોના વ્યવહારો થયાં છે. સહીતની વિગતોનો પર્દાફાશ ચુંટણી ટાંણે જ ઇન્કમ ટેકસના દરોડાથી રાજકારણમાં ભારે ભૂકંપ આવ્યો છે.
માયાવતીના એક જમાનાના વરિષ્ઠ મુખ્ય સચિવ તરીકે કામ કરી ચુકેલા આઇએસએસ અધિકારી નેત્રમના ઘરે અગાઉની પુરી તૈયારી સાથે મંગળવારે ત્રાટકેલા ઇન્કમટેકસ વિભાગે મોટી રકમની બેનામી સંપતિઓનું પગેરુ મેળવવામાં સફળ થયું હતું. આ તપાસમાં અનેક દસ્તાવેજોની તપાસ દરમિયાન નેત્રમ દ્વારા ચલાવવામાં આવતી સેલ કંપનીઓમાં રોકવામાં આવેલા ૧૦૦ કરોડથી વધુ રોકાણો ઉપરાંત પ૦ લાખની રોકડ અને મર્સીડીઝ સહીતના ચાર લકઝરી કારો સહીત ૨૫ કરોડ રૂપિયાના વાહનો જપ્ત કર્યા હતા. આ તપાસમાં નેત્રમના સહયોગીઓના લખનઉ,દિલ્હી અને કલકતામાં એક ડઝન જેટાલ સ્થળોએ તપાસ ચાલી રહી છે. પ્રાથમીક તપાસમાં નેત્રમને આ કાળુધન ધારાસભ્ય અને સાસંદના ઉમેદવારોને ટિકીટોની ફાળવણીથી લઇ વહીવટથી આ મિલકતો બનાવી હોવાનું મનાય રહ્યું છે.
નેત્રમને ત્યાં તપાસમાં જોડાયેલા સૂત્રોએ માહીતી આપી હતી કે અમે નેત્રમના રાજદ્વારી સંબંધોની ચકાસણી કરી રહ્યા છીએ. અને તેના રોકડ વ્યવહારોની તપાસના પુરાવાઓ શોધી રહ્યા છીએ.દરોડા દરમિયાન નેત્રમના ઘરેથી હાથની રાખેલી ડાયરીમાંથી મોટા નાણાકીય વ્યવહારો સેલ કંપનીઓની ડીપોઝીટ અને મિલ્કતોનું પગેરુ મળ્યું છે. ઇન્કમટેકસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે નેત્રમના લખનઉના મકાનમાંથી ૧૮ લાખની રોકડ અને નવી દિલ્હીના જીકેવન હાઉસમાં ૮૯ લાખની રકમ સહીત અલગ અલગ જગ્યાએ કુલ ૨.૨ કરોડ રૂપિયા મળી આવ્યા હતા.
ઇન્કમટેકસ તપાસમાં બોગસ સેલ કંપનીઓના માઘ્યમથી નવી દિલ્હીના કેજી માર્ગ ઉપર નિવાસસ્થાન મુંબઇના બાબુનાથમાં એક ઘર અને કોલકતામાં ત્રણ મકાન સહીત વ્યવહારો અને ૧૦૦ કરોડ રૂપિયા કોલકતાની બોગસ સેલ કંપનીમાં રોકાયા હોવાનું શોધી કાઢયું છે.
આ દરોડામાં ઇન્કમટેકસ વિભાગને નેત્રમના પરિવારના સભ્યોની નામે ભેટ અને બક્ષીસના રુપમાં કરવામાં આવેલી શંકાસ્પદ અસકાયા મતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. ચુંટણી ટાંણે જ માયાવતીના એક વખતના અંગત સચિવ પાસેથી અબજો રૂપિયાની અવેધ સંપતિનો મુદ્દો આગામી દિવસોમાં દેશના રાજકારણમાં મોટી હલચલ મચાવશે તે નકકી છે.