સેવા, સાધના અને સત્સંગને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમોનું આયોજન
આર્ટ ઓફ લિવિંગ સંસના પ્રણેતા તથા આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી આગામી સપ્તાહ દરમ્યાન સુરત અને ગાંધીનગરની મુલાકાત લેશે. શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી, લાખો અનુયાયીઓએ સેવા, સાધના અને સત્સંગનાં માધ્યમી સરળ, સફળ, સહજ અને તણાવમુક્ત જીવન પ્રાપ્ત કર્યું છે. પ્રેમ અને શાંતિની જ્યોત પ્રગટાવવા સુરત અને ગાંધીનગરમાં આર્ટ ઓફ લિવિંગ- ગુજરાત દ્વારા, શ્રી શ્રી રવિશંકરજીનાં સાન્નિધ્યમાં, સમાજના બધા વર્ગોને આવરી લેતા, વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શ્રેણી અંતર્ગત તા. ૩૦ નવેમ્બરના રોજ સાંજે મોટા વરાછા- અબ્રામા રોડ, સુરત ખાતે વૈભવ લક્ષ્મી પર્વ યોજાનાર છે. જેમાં શાોક્ત, વૈદિક વિધિ વિધાન સો સમસ્ત વિશ્વનાં કલ્યાણનાં સંકલ્પી અષ્ટલક્ષ્મી હોમ અને યજ્ઞ કરવામાં આવશે. શામાં આદિ લક્ષ્મી, ધન લક્ષ્મી, વિદ્યા લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ધૈર્ય લક્ષ્મી , સંતાન લક્ષ્મી, વિજય લક્ષ્મી અને રાજ્ય લક્ષ્મી એમ આઠ પ્રકારની લક્ષ્મીનું વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ વૈદિક વિધિથી, ૩૯૮ પ્રકારની વિશિષ્ટ ઔષધિઓની આહુતી આપીને, શ્રી શ્રી ગુરુકુળ- બેંગ્લોરના વિદ્વાન પંડિતો દ્વારા અષ્ટલક્ષ્મી યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લેવાી મનુષ્યને અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેવો શાોનો મત છે. વૈભવ લક્ષ્મી પર્વમાં સમગ્ર ગુજરાતમાંથી લાખો લોકો ભાગ લેનાર છે.
પ્રોજેક્ટ ભારત – ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા નિર્મિત એક અનોખો સેવા- કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત આર્ટ ઓફ લિવિંગ સો જોડાયેલા સ્વયંસેવકો નાનાં-મોટાં ગામડાંઓની મુલાકાત લઈને, પ્રત્યેક ગામમાંથી ૫ પ્રતિનિધિઓ ની વરણી કરે છે અને તેમને સ્વચ્છતા, આરોગ્ય, વ્યસન-મુક્તિ, રોજ-બ-રોજ ની સમસ્યાઓ ના ઉકેલ જેવા મુદ્દાઓ ઉપર તાલીમ આપે છે. આ પ્રતિનિધિઓ દ્વારા સહુ ગ્રામજનો પોતાનું જીવન સ્તર ઊંચું લાવી શકે, અને પોતાની મૂળભૂત સંસ્કૃતિ તા પરંપરાની જાળવણી કરે, તે દિશામાં આર્ટ ઓફ લિવિંગ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ સહુ સ્વયંસેવકો સાથે પણ રોજ શ્રી શ્રી વાર્તાલાપ કરીને આશીર્વચન આપશે.
ત્યારબાદ તા. ૧-૨ ડીસેમ્બરના રોજ, સુરતમાં ઇનડોર સ્ટેડીયમ ખાતે, કાશ્મીરી શૈવીઝમ આધારિત અતિ પ્રાચીન ગ્રં વિજ્ઞાન ભૈરવ ઉપર શ્રી શ્રી રવિશંકરજી ધ્યાન શિબિરનું સંચાલન કરશે. આ કાર્યક્રમમાં પણ ગુજરાતભરમાં થી અનુયાયીઓ ભાગ લેશે.
તા. ૩ ડીસેમ્બરના રોજ ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન તા આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંયુક્ત રીતે, યુવાનો માટે યુવારંગ કાર્યક્રમનું આયોજન ભગવાન મહાવીર કોલેજનાં પટાંગણમાં કરવામાં આવ્યું છે. અસુરક્ષાની ભાવના દૂર કરીને ઉત્સાહ,ઉર્જા તથા આત્મવિશ્વાસનું સંચારણ કઈ રીતે કરી શકાય તે અંગે શ્રી શ્રી રવિશંકરજી યુવાનો સાથે વાર્તાલાપ કરશે. ૧૫૫ જેટલા દેશોમાં આ કાર્યક્રમનું વેબકાસ્ટ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.