શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ..! આપણા ગુજરાતીઓમાં આ માઇન્ડ સેટ છે કે શેરબજારનો ધંધો એટલે કોમ્પ્યુટર ઉપર ક્લિક કરો અને ધડાધડ રૂપિયા કમાઓ..! જો ખરેખર એવું જ હોત તો વિશ્વમાં અન્ય કોઇ કારોબાર બચ્યા જ ન હોત..! યાદ રાખવું કે જેટલું વધારે વળતર મળવાની આશા કે શક્યતા તેટલું જ વધારે નુકસાન જવાનું જોખમ..!
આપણે ત્યાં નાણાકિય વર્ષ પુરૂં થતું હોય ત્યારે ટેક્ષ બચાવવા માટે મધ્યમ વર્ગીય કે નોકરિયાત વર્ગ ઇનવેસ્ટમેન્ટનાં વિવિધ વિકલ્પો જોતો હોય છે. સામાન્ય રીતે દર વર્ષે જાન્યુઆરી થી માર્ચનો સમયગાળો ઇન્વેસ્ટમેન્ટનાં આયોજનનો ગણાતો હોય છે. ઐટલે હાલનો સમય આ ચર્ચા કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણી શકાય.
હાલમાં આપણા આવકવેરાનાં માળખામાં ટેક્ષ બચાવવા માટેનાં NPS, PPF, EPF, VPF, LIC, MF, ELSS જેવા કેટલાંયે વિકલ્પો છે. છેલ્લા એકાદ દાયકાથી MF અર્થાત મ્યુચ્યુઅલ ફંડ તથા NPS એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ નોકરિયાત વર્ગમાં વધુ પ્રચલિત છે. યાદ રહે કે નામ કોઇપણ હોય, પણ તેનો એક છૈડો શેરબજાર કે ફિક્સ ડિપોઝિટ તરફ જતો જ હોય છે.
બહુ લાંબી વાત કરવાને બદલે ટૂંકમાં કહીઐ તો શૈરબજારમાં BSEસે ન્સેક્સ કે NSEનિફ્ટી વધૈ એટલે શેર બજારની બધી સ્ક્રીપ્ટ વધૈ જ ઐવું નથી. એટલે જ હાલમાં સૌને ઐવું લાગતું હોય છે કે સેન્સેક્સ 60,000 થયો પણ આપણે તો કાંઇ કમાયા જ નથી..! મતલબ કે દળી દળીને ઢાંકણીમાં..! યાદ રહે કે 1986 માં BSEસેન્સેક્સ પર કારોબાર શેૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં રોકાણકારોને સરેરાશ 15 થી 16 ટકા વળતર મળ્યું છે. હવે જો તમે મંદીમાં શૈર વેચ્યા તો તમારે નુકસાન જોવું પડ્યું હશે ઐ નક્કી છે. સામા પક્ષે બેંકોની ફિક્સ ડિપોઝિટમાં હાલમાં લાંબાગાળા માટેના વ્યાજદર સાત થી આઠ ટકા સુધીનાં ચાલતા હોય છે. જેમાં નુકસાની કાંઇ નથી ફક્ત તમે જે નાણાકિય સંસ્થામાં ડિપોઝિટ કરી તે નાદારી નોંધાવે તો તમારી મુડી જઇ શકે છે.
આ બન્ને ગણતરીઓ એટલા માટે મુકી છૈ કારણ કે NPS માં કે MF માં મુડી રોકાણ કરનારાઓના અમુક પૈસા આ દિશામાં જ જતા હોય છે. હાલમાં એવું કહેવાય છે કે NPS માં તમે જે કંપની મારફતે નાણા રોકતા હોય તે ઘણીવાર નબળાં પરર્ફોમન્સનાં કારણે તમને વળતર રળી આપતી નથી. આપણા શેરબજારનું હાલનું ચગડોળ જે રીતે ઉપર-નીચે થઇ રહ્યું છૈ તે જોતા આવું થવાનુ જ.
આ બધી વધઘટથી NPS નાં ખાતાધારકોઐ બહુ ચિંતા કરવી નહી કારણ કે છેલ્લા થોડા સમયમાં રિસ્ક રિટર્ન પ્રોફાઇલમાં ઘણા ફેરફારો થયા છે. તેથી રોકાણકારની મુડી ક્યાં રોકાવાની છૈ તેની રૂપરેખા પહેલેથી જ આપી દેવાય છે. ઙો આપણી ઉંમર 40 વર્ષથી વધારે હોય તો ભલે ઓછા વળતરની હોય પણ સુરક્ષિત વળતરમાં વધારે નાણા રોકાતા હોય એવી સ્કીમ પસંદ કરવી. યાદ રહે કે જેમ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ BT સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક‘ એવુ જ NPS નું પણ છે.
ઘણા NPS મેનેજરો નિફ્ટી કે સેન્સેક્સ છોડીને અન્ય શેરોમાં રોકાણનું જોખમ લેતા હોય છે. આવા કિસ્સાઓમાં તમારા નાણા સેન્સેક્સ વધે તો પણ વધવાની ગેરેંટી નથી. આમછતાં જો NPS મેનેજરે તમારા નાણા લાંબા સમય માટે રાખ્યા હોય તો NPS ખાતા ધારકે બહુ ચિંતા કરવી નહી. કારણ કે બજાર તમને કમાવાનો મોકો આપશૈ જ. આંકડા જોઇએ તો KOTAK, BIRLA SUNLIFE, LIC. ICICI, HDFC, SBI, જેવા મોટાભાગનાં નામાંકિત NPS મેનેજરોનાં ખાતેદારોને સરેરાશ 11 ટકા થી 15 ટકા જેટલાં વળતર મળ્યાં છે. તેથી ધીરજ રાખવામાં વધારે લાભ થતો હોય છે.
આમ છતાંયે જ્યારે સતત લામબા સમય માટે NPS માં વિશેષ વળતર ન દેખાય ત્યારે રોકાણકાર નવું રોકાણ EPF અને PPF માં કરે તે ઇચ્છનીય છે. અહીં તમને વ્યાજ વધારે મળશે પણ બજારની વધઘટનો લાભ નહીં. વળી PPF 15 વર્ષનાં મુડીરોકાણની ગણતરી સાથે કરવાનું હોવાથી નવી પેઢી આનો વિચાર કરી શકે. ઘણા લોકો PF ઉપરાંત વોળ્યુન્ટરી PF એટલે કે VPF પણ પસંદ કરતા હોય છે. જે સરવાળે તમારા PPF નાં માસિક બચતનાં આંકડામાં આડકતરી રીતે વધારો કરે છે. ટૂંકમાં કહીઐ તો રોખાનકાર કહો મકે NPS, ઙઙઘઋ, VPF નો ખાતાધારક જ્યાં સુધી તેને તેના મુડીરોકાણ ઉપર એકંદરે વાર્ષિક 12 ટકા સુધીનું વળતર મળતું હોય ત્યાં સુધી સંતોષ માનવો જોઇએ.