નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબમાં ‘વધામણાં’નો રસાસ્વાદ કરાવ્યો
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા વાચન પરબના 68મા મણકામાં લોકભારતી યુનિવર્સિટીના પ્રો. વાઇસ ચાન્સેલર પ્રો. વિશાલ ભાદાણી લિખિત ‘વધામણાં’ની વાત સ્વયં લેખકે બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, રાજકોટ ખાતે રજુ કરી હતી. પ્રો. વિશાલ ભાદાણીએ રજુ કરેલ વક્તવ્યની એક ઝલક, ‘ભારત એક એવો દેશ છે કે જ્યાં ભૂતકાળને વાગોળવામાં આવે છે, ત્યાં આપણે ભવિષ્યની વાત રજુ કરીએ છીએ. ટેકનોલોજી દુનિયાની ઉત્તમ યુનિવર્સિટીમાં ભવિષ્યને વિષય તરીકે ભણાવવામાં આવે છે. યુ.કે.માં મિનિસ્ટર ઓફ ફયુચર જનરેશન નીમવામાં આવેલ છે. જે આવી રહ્યું છે તેને ઓળખીએ નહિ તો આપણી મનોદશા શાહમૃગ જેવી થઇ જાય. માણસ પાસે બે ક્ષમતા છે. (1) શારીરિક ક્ષમતા, તે આપણે 20મી સદીમાં મશીનને આપી દીધી. (2) બૌદ્ધિક ક્ષમતા, તે આપણે 21મી સદીમાં એઆઇ (આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ)ને આપી રહ્યા છીએ. દરેક નવી શોધ વ્યવસાયની નવી તક ખોલે છે. ગુગલ બ્રેઇન કહે છે કે 2045 સુધીમાં આપણે આપણા બે્રઇન ગુગલ બ્રેઇન સાથે કનેકટ કરી શકીશું. એટલે એવું થાય કે જે તે ક્ષેત્રનું શ્રેષ્ઠ આપણે ઇચ્છીએ ત્યારે વાપરી શકીએ. ફ્રે અને ઓસબોબના રિપોર્ટ અનુસાર ઇ.સ. 2023માં આટલા વ્યવસાયો લુપ્ત થશે. 99 % ટેલી માર્કેટર, 98 % સ્પોટર્સ રેફરી, 97 % કેશીયર, 96 % શેફ (રસોયા), 94 % વેઇટર, 91 % ટુર ગાઇડ, 89 % બેકરીવાળા, 89 % ડ્રાઇવર, 88 % બાંધકામ કરનાર મજૂરો, 72 % મિસ્ત્રી. હવેના સમયમાં ઇર્ન્ફોમેશન જ કેશ છે. કેશલેશ ઇકોનોમી બહુ ઝડપથી અમલી બની રહી છે. જે પણ ઇન્ડસ્ટ્રી પોતાની જાતને ડીમટીરીયલાઇઝ ન કરી શકે તેને ઇમમટીરિયલાઇઝ થવું પડે. નોકિયા અને કોડાક તેનું તાજેતરનું ઉદાહરણ છે. છેલ્લા ચાર વર્ષમાં એઆઇમાં 800 % રોકાણ વધ્યું છે. એઆઇ અને ચેટજીપીટી વગરનું વિશ્ર્વ અસંભવ બની જશે. એઆઇ કે ટેકનોલોજીનું એક વાવાઝોડુ ચાલી રહ્યું છે અને કદાચ ક્યારેય ન ખતમ થાય તે લેવલે અસ્તિત્વમાં રહેશે.’
આ વાચન પરબમાં જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), કાર્તિકેયભાઇ પારેખ, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, વિનોદ કુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), શાખા વિકાસ સમિતિના ક્ધવીનરો, સહ-ક્ધવીનરો, સદસ્યો, ડેલિગેટ્સ, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાર્તિકેયભાઇ પારેખ, દયાબેન શીંગાળા, જસ્મીનબેન પાઠક અને પ્રવિણસિંહ રાઠોડે પ્રો. વિશાલ ભાદાણીને પુસ્તક-ખાદીનો રૂમાલ અને સરદાર વલ્લભભાઇની પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્મૃતિચિહ્ન ભેટ આપી સન્માન ર્ક્યું હતું. કાર્યક્રમનું સરસ-સફળ અને રસપ્રદ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.