વર્ષ ૨૦૨૦ સુધીમાં ગોલ્ડ લોન આપતી કંપનીઓનો કારોબાર રૂપિયા ૩.૧ કરોડે આંબી જશે!!
સોના ઝવેરાતનું મુલ્ય આમ તો ઘણું ઉંચું છે. પશ્ર્ચિમ દેશોની વાત કરીએ તો ત્યાં સોના દાગીના પહેરવાનું ચલણ ન્યુનતમ છે. પરંતુ ભારત દેશની વાત કરીએ તો સોનાનો સંપૂર્ણ ક્ધસેપ્ટ અલગ છે. આપણી માન્યતા અન્ય દેશો કરતા અલગ તરી આવે છે. અહીં ભારતમાં સોને સ્ત્રીધન તરીકે ઓળખાય છે. દરેક સ્ત્રીએ સોનાનો કંઈકને કંઈક દાગીનો પહેર્યો જ હોય છે. જે આપણા ભારતની અનોખી શૈલી છે. આ તો વાત થઈ સોનાને લઈ માન્યતા અને શૈલીની પરંતુ આજના સમયે સોનામાં થતું રોકાણ નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે એટલું જ નહીં સોના થકી ધીરાણનો ધંધો પણ ફુલ્યોફાલ્યો છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે આવતા બે વર્ષમાં સંગઠિત ગોલ્ડ લોન ઈન્ડસ્ટ્રી રૂ.૩.૧ લાખ કરોડો આંબી જશે.
ગોલ્ડ લોન કંપનીઓનો કારોબાર વર્ષ ૨૦૨૦ સુધીમાં ૩૧૦૦ અરબ રૂપિયા એટલે કે ૩.૧ કરોડે પહોંચી જશે જેનું મુખ્ય કારણ ગોલ્ડ લોન પર કંપનીઓની સલામતી અને સોનામાં રોકાણનું આકર્ષણ ગણી શકાય. બે વર્ષમાં સોના ધિરાણ યોજનાઓનો કારોબાર રૂપિયા ૩.૧ કરોડે પહોંચવાનો આ અહેવાલ કંપની કેપીએમજીએ રજુ કર્યો છે. આ માટે કંપનીઓ સરળ અને નીચા વ્યાજદરે ગોલ્ડ લોન આપશે. જેમાં ઓછું પેપરવર્ક અને મુશ્કેલીઓ પણ ઓછી છે. રીપોર્ટમાં જણાવાયું છે કે ગોલ્ડ લોન આપતી કંપનીઓ તેમની પઘ્ધતિઓમાં વિવિધતા લાવી સોનામાં થતા ઉતાર-ચઢાવના જોખમથી પોતાના કારોબારને અલગ રાખવાના સતત પ્રયત્નો કરતી રહેશે અને જેનો મોટો લાભ આવતા બે વર્ષમાં તેમને મળશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં સોનાનો સંગઠીત કારોબાર ૨૧૩૯ અરબ ડોલરે પહોંચ્યો હતો. જે હવે વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં ૩૧૦૧ અરબ ડોલરને આળશે. સોના પર લોન આપતી કંપનીઓએ કર્જ આવેદનની પ્રક્રિયા પહેલેથી જ સરળ રાખી છે. જેનાથી આગામી સમયમાં હજુ આ ગોલ્ડ લોન યોજના પ્રત્યે આકર્ષણ વધશે. તેમજ બજારમાં ચાલી રહેલી પ્રતિસ્પર્ધામાં ટકી રહેવા કંપનીઓ અવનવી ડિસ્કાઉન્ટ સ્કીમ પણ લાવશે જેનાથી ગોલ્ડ લોન યોજનાઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.આ ઉપરાંત કંપનીઓ ગ્રાહક પાસેથી સોનું લઈ નાણા ધીરે છે તેથી જો ગ્રાહક નાણા ચુકવવામાં નિષ્ફળ નીવડે તો કંપની તેનું સોનુ વેચી પોતાની રકમ ભરપાઈ કરી શકે છે જેથી કંપનીઓ માટે પણ સલામતી હોવાથી આ યોજનાઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે.