જામીન મેળવવા આરોપીનો મૂળભૂત અધિકાર

નિર્ધારિત સમયગાળામાં તપાસ પૂર્ણ ન થાય અથવા તો ચાર્જશીટ દાખલ ન થાય તો આરોપીને જેલમાં ખદબદાવી શકાય નહીં

જામીન મેળવવા એ કોઈ પણ આરોપીનો મૂળભૂત અધિકાર છે તેવું અગાઉ પણ સુપ્રીમ કોર્ટ અવલોકન કરી ચુકી છે. સીઆરપીસીની કલમ 167(2) હેઠળ કોઈ પણ આરોપી જામીન મેળવવાનો હકદાર છે. ત્યારે વધુ એકવાર સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી કરતાં કહ્યું કે, જામીન આપવા એ આરોપીના મૂળભૂત અધિકાર તો છે જ સાથોસાથ તપાસ એજન્સી આ મામલે કોઈ ‘રોળા’ એટલે કે વિઘ્ન નાખી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે બુધવારે અવલોકન કર્યું હતું કે સીઆરપીસીની કલમ 167 હેઠળ આરોપીને ડિફોલ્ટ જામીનના અધિકારથી વંચિત રાખવા માટે તપાસ એજન્સી કેસની તપાસ પૂર્ણ કર્યા વિના ચાર્જશીટ અથવા કાર્યવાહીની ફરિયાદ દાખલ કરી શકતી નથી. જસ્ટિસ ક્રિષ્ના મુરારી અને જસ્ટિસ સીટી રવિકુમારની ડિવિઝન બેન્ચે રેડિયસ ગ્રુપની રિતુ છાબરિયા દ્વારા દાખલ કરાયેલી રિટ પિટિશન પર વિચારણા કરતી વખતે આ આદેશ આપ્યો હતો.  બેન્ચે રિતુના વચગાળાના જામીનના આદેશને સંપૂર્ણ ગણાવ્યો હતો.

આજની સુનાવણી દરમિયાન બેન્ચે સીઆરપીસીના ઇતિહાસ અને ડિફોલ્ટ જામીન માટે સીઆરપીસીની કલમ 167માં શા માટે સુધારા લાવવામાં આવ્યા તેની ચર્ચા કરી હતી. બેન્ચે કહ્યું કે જો તપાસ એજન્સી તપાસ પૂર્ણ કર્યા વિના ચાર્જશીટ દાખલ કરે છે, તો તે આરોપીના ડિફોલ્ટ જામીનનો અધિકાર છીનવી લેશે નહીં. કોર્ટે કહ્યું કે આવા મામલામાં ટ્રાયલ કોર્ટ ધરપકડ કરાયેલ વ્યક્તિને મહત્તમ નિર્ધારિત સમય કરતા વધુ સમય માટે રિમાન્ડ પર રાખી શકતી નથી.

ચાર્જશીટ સમયસર દાખલ ન થાય તો પણ જામીન આપવા જરૂરી!!

કોર્ટે જે રીતે અવલોકન કર્યું છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે, જામીન આપવા એ આરોપીના મૂળભૂત અધિકારો છે. કોર્ટ એવુ ચોક્કસ માને છે કે જ્યાં સુધી આરોપીનો દોષ સાબિત ન થાય ત્યાં સુધી તેને દોષિત ગણી શકાય નહીં અને તેના લીધે જામીન આપવામાં વિલંબ પણ કરી શકાય નહીં. કોર્ટે અવલોકન કર્યું છે તેના પરથી એ પણ સ્પષ્ટ છે કે, હવે જો ચાર્જશીટ સમયસર ન થાય તો પણ આરોપીને ચાર્જશીટના વાંકે જેલમાં કે પોલીસ કસ્ટડીમાં રાખી શકાય નહીં.

તપાસ પૂર્ણ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવે તો પણ આરોપી ડિફોલ્ટ જામીનનો હકદાર 

સુનાવણી દરમિયાન બેન્ચે સીઆરપીસીના ઇતિહાસ અને ડિફોલ્ટ જામીન માટે સીઆરપીસીની કલમ 167માં શા માટે સુધારા લાવવામાં આવ્યા તેની ચર્ચા કરી હતી. બેન્ચે કહ્યું કે જો તપાસ એજન્સી તપાસ પૂર્ણ કર્યા વિના ચાર્જશીટ દાખલ કરે છે, તો તે આરોપીના ડિફોલ્ટ જામીનનો અધિકાર છીનવી લેશે નહીં. કોર્ટે કહ્યું કે આવા મામલામાં ટ્રાયલ કોર્ટ ધરપકડ કરાયેલ વ્યક્તિને મહત્તમ નિર્ધારિત સમય કરતા વધુ સમય માટે રિમાન્ડ પર રાખી શકતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.