- તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ દ્વારા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકને બદનામ કરવાના પ્રયાસથી ભારે ચકચાર
- અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડનો દુરપયોગ અને વાયરલ કરી વિધાનસભાના નાયબ મુખ્ય દંડકને બદનામ કરવાના પ્રયાસ સબબ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નકલી લેટરપેડ બનાવી તેમા ધારાસભ્ય અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા પર આક્ષેપો કરવામાં આવતા તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પોલીસવડા પાસે દોડી ગયા હતા અને પ્રમુખ દ્વારા આ નકલી લેટરપેડ વાયરલ કરનાર સામે પગલા લેવા માંગ કરી હતી. અમરેલીમા સોશ્યલ મિડીયામા તાલુકા પંચાયત પ્રમુખના નામનો એક નકલી લેટરપેડ વાયરલ થયો હતો અને તેમા ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાને બદનામ કરવા પ્રયાસ કરાયો હતો જેમા જણાવાયુ હતુ કે અમરેલી તાલુકાના 71 ગામમા દારૂ મળે છે અને હપ્તા ચાલતા હોવાના આરોપો કરાયાનો તાલુકા પંચાયત પ્રમુખનું લેટરપેડ વાયરલ થતા. લેટરપેડ ધ્યાને આવતા તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઇ કાનપરીયા તાબડતોબ પોલીસવડા સંજય ખરાત પાસે દોડી ગયા હતા અને રજુઆત કરી હતી. હાલ સાયબર ક્રાઇમ સહિત પોલીસના અધિકારીઓ દ્વારા ટેકનીકલ સોર્સ મારફત તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. કિશોરભાઇ કાનપરીયાએ આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ પત્ર પાઠવી રજુઆત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમરેલીના વિકાસ નહિ જોઈ શકતા કેટલાક ઇસમો દ્વારા આ નકલી લેટરપેડ અને સિક્કાઓ બનાવી નકલી સહી કરી આવા પાયા વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે જેને લઇ ગમે ગામના સરપંચો પણ મેદાને આવ્યા છે દેવભૂમિ દેવળીયા ગામના સરપંચ મચીયાળા ના સરપંચ રાજસ્થળીના સરપંચ સહિત નાઓ એ આ બાબતે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર કમલમ ખાતે પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.