સોલાર યોજનાનો લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા

ગીર-સોમનાથ જિલ્લામાં એકતા રયાત્રાના વેરાવળ ખાતેથી પ્રારંભ કરી પ્રથમ દિવસે  દેદા ગામે રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. અહિં ખેડૂતસભાનું આયોજન કરી મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરકારની ખેડૂતલક્ષી વિવિધ સરકરી યોજનાઓની માહિતી આપી હતી.રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાએ મામલતદાર અને વહિવટીતંત્રની કામગીરીને બિરદાવી કહ્યું કે, સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર વિશ્વની સૈાથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તા. ૩૧ ઓકટોબરનાં રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં હસ્તે નર્મદાકાંઠે લોકાર્પણ કરાશે. જેનાથી ભારતની સાથો સાથ દેશ-વિદેશની ધરતી પર સરદાર વલ્લભભાઇ પટેલનું નામ હંમેશા ગુંજતુ રહેશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતની એકતા અને અખંડિતતાનાં દર્શન કરાવે છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂતોને ખેતરમાં વીજળી મળી રહે તે માટે સોલાર યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો ખેડુતોને  લાભ લેવા અનુરોધ કરી આ યોજનામાં સરકાર દ્વારા ૮૦ ટકા સબસીડી આપવામાં આવે છે.નરેન્દ્ર વાળાએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાની માહિતી આપતા કહ્યું કે, ખેડૂતો  વિવિધ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે અરજી કરી છે.

આઇ ખેડૂત પોર્ટલ પર એપ્રીલ માસમાં ઓનલાઇન અરજી કરવાની સાથે હાલમાં પણ ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમાં ખેડૂતો માટે કુલ ૬૨ ઘટકોમાં યોજનાનો લાભ લેવા અરજી કરી શકાય છે.દેદા ખાતે ગ્રામજનો અને બાળાઓ દ્વારા એકતા રથયાત્રાનું સ્વાગત કરી સરદારને ભાવાંજલી આપવામાં આવી હતી. ખેડૂત સભામાં અગ્રણી હમીરભાઇ વાળા, રાજેશભાઇ સોલંકી, સંજયભાઇ ડોડીયા, રમેશભાઇ કેશવાલા, ટપુભાઇ વાળા સહિતનાં અને મોટી સંખ્યામાં દેદા અને આજુ-બાજુ ગામનાં ખેડૂતો સહભાગી થયા હતા. કાર્યક્રમનું સંચાલન ભીખાભાઇ બાકુ, આભારવિધિ ડો. સોલંકીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.