• તપાસ બાદ ડોક્ટરોની બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધી ધરપકડ કરી પોલીસ કાર્યવાહી કરાશે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મૃત્યુના દુ:ખદ બનાવ બાદ આરોગ્ય તંત્રની ઉંઘ ઉડી હોય તેમ પીએમજેએવાય-મા યોજના હેઠળના રાજ્ય એન્ટી-ફ્રોડ યુનિટને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ અપાયા છે. તે સાથે તપાસ બાદ ડોક્ટરોની બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધી ધરપકડ કરી પોલીસ કાર્યવાહી કરાશે તેમ પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પીએમજે-મા યોજનાનો ગેરલાભ ઉઠાવવા બિનજરૂરી ઓપરેશન કરાતા હોવાનો ગંભીર આક્ષેપ મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોએ કર્યો છે. તે મામલે આરોગ્ય મંત્રી પટેલે પીએમજે યોજનાનો ગેરલાભ ઊઠાવાયો છે કે કેમ તે જાણવા ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને ગંભીર ગણાવી તપાસના આદેશ આપ્યા છે. ઋષિકેશ પટેલ હાલ મહારાષ્ટ્રના ચૂંટણી પ્રવાસે છે પરંતુ આ ચકચારી ઘટના બનતા આજે તેઓ ગાંધીનગર આવી આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં બેદરકારીને લગતો પ્રાથમિક અહેવાલ વિભાગ દ્વારા અપાશે તો તેના આધારે પીએમજે યોજનામાંથી બ્લેક લિસ્ટ સહિત અનેક પગલાં લેવાઇ શકે છે.

ખ્યાતિ હોસ્પિટલે છ મહિનામાં 380 એન્જિયોગ્રાફી અને 36 બાયપાસ કરી 3.66 કરોડ લીધા

ખ્યાતિ હોસ્પિટલ દ્વારા છ મહિનાના સમયગાળા દરમિયાન 380 એન્જિયોગ્રાફી, 220 એન્જિયોપ્લાસ્ટી અને 36 બાયપાસ સર્જરી કરાઇ હોવાની માહિતી બહાર આવતા આરોગ્ય તંત્ર દ્વારા તેની પણ સમગ્ર ડેટા લઇને તપાસ કરાશે. જેમાં આવી કેટલી સારવાર-સર્જરી દર્દીઓ માટે અનિવાર્ય હતી કે નહીં તે તજજ્ઞ તબીબો દ્વારા ચકાસાશે. ખ્યાતિ હોસ્પિટલના હ્દયરોગને લગતી આટલી સારવાર બદલ જૂનથી અત્યાર સુધીના છ મહિનાના ટૂંકા ગાળામાં જ 3.66 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દેવાઇ છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.