- હેલ્મેટ મામલે સ્થાનિક-પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ મામલે તપાસ શરૂ
- દિલ્હી ગેટ વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
- પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સ્થાનિક લોકો માથાકૂટ કરતા હોવાનો વિડીયો વાયરલ
સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યુ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા આ કાયદાનું અમલીકરણ કડકાઈથી કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર આ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના કે પછી બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સ્થાનિક લોકો માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયો અંગે તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવાયું છે.
અનુસાર માહિતી મુજબ, સુરત શહેરમાં હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યુ છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા આ કાયદાનું અમલીકરણ કડકાઈથી કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલીક જગ્યાઓ પર આ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના કે પછી બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવે છે. ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલ સાથે સ્થાનિક લોકો માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની અંદર સ્થાનિક લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને ગંદી ગંદી ગાળો આપતા પણ દેખાઈ રહ્યા છે.
સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો દિલ્હી ગેટ વિસ્તારમાંથી એક જ ટુ વ્હીલર ચાલક પસાર થતો હતો અને કોઈ કારણોસર ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવકની ટુ-વ્હીલર જપ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ તે મોબાઇલમાં પોલીસનો વિડીયો ઉતારવા લાગ્યો હતો અને પોલીસે યુવકનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો. ત્યારબાદ અન્ય કેટલાક લોકોએ સાથે મળીને પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલનો ઘેરાવ કર્યો હતો અને તેમના પર દારૂ પીને ફરજ બજાવતા હોવાના આક્ષેપ કર્યા હતા. આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેર રોડ પર ગાળો પણ આપી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ યુવકોને દિલ્હી ગેટ ચોકી પર આવવા માટે જણાવવામાં આવ્યું હતું અને માથાકૂટ કરી રહેલા યુવકને પણ શાંતિથી દિલ્હી ગેટ ચોકી પર આવવાનું જણાવ્યા બાદ માથાકૂટ કરી રહેલ ઈસમે તેના સાગરીતોને બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દૂર વ્યવહાર કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય