- સાત દિવસમાં અપાશે અહેવાલ: કર્મચારીગણમાં ભારે ફફડાટ, નવા જૂનીના એંધાણ
Upleta News
ઉપલેટા એસ.ટી. ડેપોના પ્રમાણીક અને નિષ્ઠાવાન ડેપો મેનેજર સહિત ત્રણ વ્યકિતને જૂનાગઢ ડીવીઝને સસ્પેન્ડ કરી દેવા મામલામાં ખુદ એસ.ટી. કર્મચારી મંડળનું એક યુનીયન કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.એસ.ટી. ડેપો મેનેજર ઠુંમર પોતાની પ્રમાણીકતા અને નિષ્ઠા ઉપર કામ કરતા હોય તે અમુક યુનિયનના કર્મચારીઓને નહિ ગમતા અને પોતાની મનમાની નહી ચાલતા આખરે એસ.ટી. ડેપો મેનેજર ઠુંમર ઉપર ખેલ પાડી દીધાનું બહાર આવેતો નવાઈ નહીં.
એસ.ટી. ડેપોનાં મેનેજર રાજેશભાઈ ઠુંમર મીકેનીક ધર્મેશ ગોંડલીયા અને હેલ્પર જેન્તીભાઈ મહેમદાવાદીયાને જૂનાગઢ ડિવીઝન દ્વારા સસ્પેન્ડ કરી દીધા બાદ તેની ઉપર તપાસ માટે ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ છેલ્લા બે દિવસ થયા ભોગ બનનાર કર્મચારીઓ અને વિવિધ બાબતો અને લોકોના નિવેદન લઈ ગઈકાલે અમદાવાદ જવા પરત થયેલ હતી ટીમ તેમની તપાસનો રિપોર્ટ સાત દિવસમાં ઉપલા અધિકારીઓને સુપ્રત કરશે.
તપાસનીશ ટીમમાં સર્કલ ઓફીસર નરોડા, વડોદરા, અને ગોધરાના અધિકારીઓ તપાસ માટે બે દિવસથી ધામા નાખી સમગ્ર ઘટના બનવા પાછળ શું કારણ છે તેની ઉંડાણ પૂર્વક તપાસ કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુૂં છે. હાલ ઉપલેટા ડેપોમાં 40 જેટલી ગાડીઓ છે તેમાં મીકેનીકલ અને હેલ્પરની કામગીરીની તપાસણી કરતા છ જેટલી બસોની બારીકાઈથી તપાસ કરત કોઈ નબળી કામગીરી જોવા મળેલ નહીની પ્રથમ વખત બનેલી ઘટનામાં નટબોલ ફાટી જવાની ઘટનામાં નટ વધુ ટાઈટ થવાથી નટ તુટી જવાની ઘટના ઘણી વખત બનતી હોય છે.
જયારે બીજી બસમાં જોટો નીકળી જવાની ઘટનામાં ખુદ જૂનાગઢ જિલ્લા વિભાગનીય વિભાગ જવાબદાર ઠરે તો નવાઈ નહી કારણ કે ઉપલેટા ડેપોને બસની ફાળવણી થઈ તે બસ પાસીંગ કરી મળી હતી તેમાં મીકેનીક દ્વારા તપાસ કરતા બેરીંગ જુનું હોવાનું માલુમ પડેલ ખરેખર પાસીંગ વખતે જો બેરીંગ બદલી નાખવામાં આવ્યું હોત તો આવી ઘટના બની ન હોત જયારે ત્રીજી ઘટનામાં હાલ એસ.ટી. વિભાગ દ્વારા સમગ્ર રાજયનો કોન્ટ્રાકટ પ્રાઈવેટ કંપનીને આપી દીધો છે.
કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે
ઉપલેટા એસ.ટી. ડેપોમાં અમુક પેધી ગયેલા કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી ઉચ્ચ અધિકારીઓને પણ ગાંઠતા નથી તેવા કર્મચારીીઓની જિલ્લા બહાર બદલી કરી તેને સતાના નશાનું ભાન કરાવવું જોઈએ
સસ્પેન્ડ ડેપો મેનેજર ધારે તો કઈકના તપેલા ચડાવી દયે તેમ છે
સસ્પેન્ડ થયેલા ડેપો મેનેજર રાજેશ ઠુંમર પોતાની ફરજ દરમ્યાન પ્રમાણીક અને નિષ્ઠાપૂર્વક કામ કરેલ છે આ દરમ્યાન અનેક કર્મચારીની પોલ ખુલ્લી ગયેલ છે તે પુરાવા બહાર પાડેતો હાલ એસ.ટી.ના અનેક કર્મચારીઓના તપેલા ચડી જાય તો પણ નવાઈ નહી.