1979ની મચ્છુ પુર દુર્ઘટના બાદ મચ્છુ નદી ઉપર બાંધેલા ઐતિહાસિક પુલ તૂટવાની દુર્ઘટનાએ મોરબી પર બીજી વખત આ દુર્ઘટના રૂપી કાળચક્ર ફરી વળ્યું છે. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. રવિવારની સાંજે અંદાજે 6 વાગ્યે ઝૂલતો પુલ તૂટતા અંદાજે 500 લોકો નદીમાં ડૂબ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાયા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ સ્થળની મુલાકાત લીધા બાદ આજે દેશના વડાપ્રધાન મોરબીની મુલાકાતે પહોંચ્યા હતા અને ઘટના સ્થળની મુલાકાત લઈ મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી.
ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. ઘટના સર્જાયા બાદ આખી રાત રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યા બાદ સવારે પણ તે યથાવત રહ્યું હતું. એક પછી એક નીકળતી લાશ અને એમ્બ્યુલન્સના સાયરનથી મચ્છુ ઘાટ ઉપર કાળજું કપાવી દેનારો સન્નાટો છવાયો હતો. આ ઘટના બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મોરબી કલેકટર ઓફિસનો હવાલો સંભાળ્યો હતો અને અધિકારીઓને સૂચનો આપ્યા હતા ગૃહ રાજયપ્રધાને આજ રોજ ઘટના સ્થળ પ્રધાનમંત્રીના આવ્યા પહેલા ઘટના સ્થળની સમિક્ષા કરી હતી.
વડાપ્રધાને મોરબી એસપી કચેરી ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી
PM મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગ, પુલ દુર્ઘટનાની કરી રહ્યા છે સમીક્ષા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહીત ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાને સંપૂર્ણ પારદર્શકતાથી તપાસ કરવા આદેશ આપ્યા હતા.
લોકોના દુઃખમાં સહભાગી થવા પ્રધાનમંત્રી મોદી મોરબી પોહચ્યા હતા. હેલિકોપ્ટર મારફત ઝૂલતા પુલનું નિરિક્ષણ કર્યું હતું. ત્યાર બાદ PM મોદી મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા લોકોને પણ મળ્યા હતા.
PM મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાતે
ત્યારબાદ PM મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. પુલ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત લોકો સાથે વાતચીત કરીને પરિજનો તથા ઈજાગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાને ડોક્ટરો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોરબી સિવિલ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ મોરબી પોલીસ ખડેપગે હતી. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.