ગુજરાતમાં આગામી જાન્યુઆરી માસમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે. રાજયમાં મોટી સંખ્યામાં દેશ-દૂનિયા ઉદ્યોગપતિઓ મૂડી રોકાણ કરે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે રાજધાની દિલ્હી ખાતે ઉદ્યોગપતિઓ સાથે વન ટુ વન બેઠક યોજી હતી. તેઓએ તમામને ગુજરાતમાં મૂડી રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર, રાજ્યના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં વિવિધ રાષ્ટ્રોના રાજદૂતો સાથે મુલાકાત કરી તેમને સંબોધિત કર્યા હતા.
કર્ટન રેઈઝર કાર્યક્રમમાં બિઝનેસ ટાયકુન સાથે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની વન ટુ વન બેઠક
મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની નીતિઓ ઉપરાંત ગુજરાતમાં થયેલ ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત આજે ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ માટે ‘મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન’ બન્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના ગિફ્ટ સિટી, ધોલેરા સર સુરતનું ડ્રીમ સિટી, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ, પીસીપીાઅરઆર જેવા ‘ફ્યુચર રેડી પ્રોજેક્ટ્સ’ ની માહિતી આપતાં ગૌરવભેર જણાવ્યું કે, ગુજરાત આજે અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ભારતનું નેતૃત્વ કરે છે.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘વિકસિત ભારત2047’ના વિઝનને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે ઉપસ્થિત મહાનુભાવોને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2020 માં સહભાગી થઈ પ્રગતિ અને સમૃદ્ધિ તરફની યાત્રામાં ભાગીદાર બનવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
નવી દિલ્હી ખાતે દેશ વિદેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો કેન્દ્ર રાજયના મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2014નો કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશિપ અને નિરંતર માર્ગદર્શનમાં ગુજરાતે છેલ્લા બે દાયકામાં સામેલ વિકાસની રૂપરેખા આપતા ઉદ્યોગકારોને વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા તેમજ મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનેલ ગુજરાતમાં રોકાણો કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતુ.
સિઓલ સેમિક્ધડક્ટરના ક્ધટ્રી હેડ ડી.જે.કીમ સાથે બેઠક યોજી હતી તેમજ ગુજરાત સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા સજ્જ બન્યું છે તેની વિગતો આપી હતી. મુખ્યમંત્રી એ ગુજરાત સેમિક્ધડક્ટર પોલીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તેમ જણાવ્યું હતું.
ડી.જે. કીમે પણ ગુજરાતમાં પોતાનો પ્લાન્ટ શરૂ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી એ તેમને વાઇબ્રન્ટ સમિટ-2024માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.
ભારતીય રેલવે બોર્ડના ચેરમેન અને સીઈઓ જયા વર્મા સિન્હા સાથે કર્ટેન રેઇઝર કાર્યક્રમ અંતર્ગત મુલાકાત કરી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં આકાર લઈ રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરીને આ પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણ માટે રાજ્ય સરકાર તરફથી તમામ સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.