દામનગર શહેરના હાર્દ સમાં સરદાર ચોક સર્કલથી લઈ જૂની શાક માર્કેટ લુકાર શેરી સહિતની બજારોમાં રોડ રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. પાલિકા શાસકો સરદાર ચોકથી મુખ્ય બજારોમાં ધ્યાન આપે તે જરૂરી શહેરના સરદાર ચોક સર્કલ આસપાસ વરસાદી પાણીના ખાડા ભરાયા છે. સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાનોની ઝુંબેશ ચલાવી રહી છે ત્યારે દામનગર પાલિકામાં મુખ્ય બજારોની સફાઈ બંધ રાખવામા આવી હતી.

શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે છતાં પાલિકા શાસકોને માત્ર નવા પેવર બ્લોક રસ્તાઓ બનાવવા સારી કન્ડિશનના રસ્તા તોડી નવા પેવર બ્લોકમાં જ કેમ વધુ રસ છે. તેઓ આ રસ્તાઓને સરખા કરવામાં કોઈ રસ દાખવતાં નથી. જ્યાં જરૂર નથી ત્યાં પેવર બ્લોક નખાય છે અને જ્યાં નાખવાની જરૂર છે ત્યાં તંત્ર આંખ આડા કાન કરે છે.

Screenshot 6 7

મુખ્ય બજારોના પેવર બ્લોક રસ્તા તૂટી ગયા છે ઠેર ઠેર પેવર બ્લોક રોડ પર વરસાદનું પાણી ભરાઈ રહ્યું છે. દામનગર શહેરના હાર્દ સમાં સરદાર ચોક સર્કલથી જૂની શાક માર્કેટ, લુહાર શેરી, મોટા બસ સ્ટેન્ડ અજમેરા શોપીંગ ઢીકૂડી સુધીના રસ્તાઓ ઉપર માટી નાખવાને બદલે જો તંત્ર દ્વારા સરખા પગલાં લેવામાં આવે તો જ આ સમસ્યાનું નિરાકરણ નિકડી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.