૨૧મી સદીના વિશ્વમાં હવે દેશ-દેશ વચ્ચે રહેલી સરહદોનો લોપ થઈ રહ્યો છે ત્યારે ઈન્ટરનેટના આ યુગમાં હવે ડિજિટલ અર્થતંત્ર દરેક માટે બન્યું અનિવાર્ય
૨૧મી સદીના વિશ્વમાં હવે દિવસે-દિવસે ડિજીટલ ટેકનોલોજીનો આવિષ્કાર વધુને વધુ વ્યાપક બની રહ્યો છે ત્યારે આવનાર દિવસોમાં વૈશ્વિક ફલક પર વેપાર, ધંધા, ઉદ્યોગના માળખાને અનુરૂપ કર માળખુ ઉભુ કરવા માટે વૈશ્વિક ડિજીટલ અર્થતંત્રનું અસ્તિત્વ ઉભુ થયું છે. વૈશ્ર્વિક વેપાર અને સરહદ વિનાના વર્ચ્યુઅલ વેપાર-ઉદ્યોગની દુનિયામાં ભૌતિક વેપાર અને વાસ્તવિક અર્થ વ્યવસ્થાની પરંપરાગત વિચારધારાના બદલે હવે ડિજીટલ અર્થતંત્રનું અસ્તિત્વ પણ ઉભુ થયું છે. ઈન્ટરનેટ ટેલીકોમ્યુનિકેશન, મોબાઈલ એપ્લીકેશન વગેરે જેવા ઈન્ટરનેટ માધ્યમો અને સંદેશા વ્યવહારમાં આવેલી પ્રગતિના કારણે ડિજીટલ ઈકોનોમી એટલે કે, ડિજીટલ અર્થતંત્રનું એક સ્વયંભુ અસ્તિત્વ ઉભુ થયું છે.
ભારત જેવા મોટા વિકાસશીલ અર્થતંત્રમાં કરવેરા પ્રણાલી પરંપરાગત વાસ્તવિક અર્થ વ્યવસ્થા અને ભૌગોલીક ધોરણે સીમા પારના દેશો વચ્ચેના વેપાર અંતર્ગત જૂની ઢબની વ્યવહારૂ વ્યવસ્થા સામે હવે ડિજીટલ કર માળખાની જોગવાઈઓ ઉભી થઈ છે. વિશ્ર્વ જ્યારે વ્યવસાયીક ધોરણે વસુ દેવ કુટુમ્બકમની ભાવનાને લઈને વેપાર ઉદ્યોગને વૈશ્ર્વિકકરણની દિશામાં આગળ વધી રહી છે ત્યારે ડિજીટલ અર્થતંત્ર અને કર માળખાની એક મોટી જરૂરીયાત ઉભી થઈ છે. ડિજીટલ ઈકોનોમીક એક એવો વિચાર છે કે જે અત્યાર સુધીની પરંપરાગત માન્યતાઓ અને વ્યવસ્થાથી તદન અલગ અસ્તિત્વ ધરાવે છે અને ઘણી વાર કર સત્તાવાળાઓ દ્વારા તેને અપુરતી અને અવ્યવહારૂ ગણવામાં આવે છે. તેથી મુંઝવણ એ છે કે, કર માળખાના અધિકારીઓ આ વ્યવહાર પર કર લગાવવા જોઈએ. તેની પ્રક્રિયામાં સરહદોને લોપ કરીને ડિજીટલ ઈકોનોમીકમાંથી બહાર નીકળતા નિયમીત મુલ્યાંકનોમાંથી રસ્તો કાઢવાની આવશ્યકતા ઉભી થઈ છે. હવે જ્યારે વિશ્વ ખુબ નાનું થતું જાય છે અને પરસ્પરના દેશો વચ્ચે જ્યારે વધુને વધુ વ્યવહારો ઉભા થઈ રહ્યાં છે ત્યારે આવનાર દિવસોમાં વૈશ્વિક ધોરણે ૩૦૦ અબજનું ડિજીટલ અર્થતંત્ર ઉભુ થનારૂ છે. સાયબર સિક્યુરીટી ક્ષેત્રે ભારતમાં ડિજીટલ અર્થતંત્ર માટે સાયબર ઈન્ફાસ્ટ્રકચર પણ મહત્વનું બન્યું છે. સરકાર અનેક કાયદાઓમાં ફેરફાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. કરવેરાની વ્યવસ્થામાં અત્યાર સુધી રહેલી પ્રણાલીઓ હવે ડિજીટલાઈઝેશન તરફ આગળ વધી રહી છે.
ભારત જેવા મોટા વિકાસશીલ અર્થતંત્રમાં કરવેરાનું માળખુ અને અર્થ વ્યવસ્થા હવે જ્યારે સમગ્ર વિશ્વમાં વેપાર-વ્યવહાર વધ્યો છે ત્યારે અર્થતંત્રનું ડિજીટલાઈઝેશન અસ્તિત્વમાં આવ્યું છે. ભારતમાં કોઈ વિદેશી કંપનીને વેરો આપવા માટે એનટીટી અને કરપાત્ર અધિકાર ક્ષેત્રે કોઈ વ્યવસ્થા નથી. ટેકસ સ્લેબ દ્વારા આવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. કોઈપણ સ્ત્રોત વગર ડિજીટલ ઈકોનોમી ઉભી થઈ છે.
અત્યારે ફેસબુક, ગુગલ, ઉબેર જેવી વિદેશી કંપનીઓ કર માળખા હેઠળ આવરી લેવામાં આવી છે. વૈશ્વિક ઈન્ટરનેટ ઉદ્યોગોની હાજરીને લઈને ભારતીય બજારમાં ડિજીટલ ઈકોનોમી જરૂરી બની છે. ડિજીટલ ઈકોનોમી એટલે કે, આ નવી વ્યવસ્થામાં હવે ભારતમાં કામ કરતી વિશ્વસ્તરીય ડિજીટલ માધ્યમોની કંપનીઓના કર માળખાની નવી વ્યવસ્થાની સાથે સાથે વિશ્વમાં એક નવું જ ડિજીટલ આર્થિક માળખુ ઉભુ થયું છે.