બોલીવુડમાં ઐતિહાસિક પાત્રો પર આધારિત ફિલ્મોની હારમાળા : મરાઠા યોદ્ધા તાનાજીના રોલમાં અજય દેવગન
આક્રમણ… વધુ એક વોર ફિલ્મ આવી રહી છે. જેમાં બોલીવુડ નો સિંઘમ અજય દેવગન ટાઇટલ રોલ માં છે. જી હા મરાઠા યોદ્ધા તાનાજી ની ભૂમિકા અજય ભજવી રહ્યો છે. ફિલ્મ નું શુટિંગ પૂર જોશમાં ચાલી રહ્યું છે.
તાનાજી મરાઠા સામ્રાજ્ય ના વીર યોદ્ધા હતા. તેમના વિશે લખાયેલા પુસ્તક અને અન્ય ઐતિહાસિક પુરાવાઓ પર થી ફિલ્મ તાનાજી બની રહી છે. ફિલ્મ પદ્મવત પછી મણીકરણીકા અને હવે તાનાજી – એવી ફિલ્મો છે જે રિયલ ઐતિહાસિક પાત્રો પર આધારિત છે. અજય દેવગન ઉપરાંત સૈફ અલી ખાન, સુનિલ શેટ્ટી, સાઉથ ના જગપતિ બાબુ, પંકજ ત્રિપાઠી વિગેરે કલાકારો ની મહત્વની ભૂમિકા છે. ફિલ્મ માં કાજોલ પણ જોવા મળશે. જોકે તેનો રોલ સપોર્ટિંગ છે.
ફિલ્મ તાનાજી માં અજય દેવગન નો ફર્સ્ટ લુક જારી કરી દેવામાં આવ્યો છે. આમ પણ દેવગન ને આક્રમક વલણ ધરાવતા પાત્રો ખૂબ જચે છે. જોકે તેણે ગોલમાલ અને ધમાલ સિરીઝ માં કોમેડી પણ કરી અને તેમાં તે સફળ પણ થયો.
તાનાજી ના નિર્માતા ખુદ ગબ્બર એટલે કે અજય દેવગન છે. સાથે ટી સિરીઝ વાળા ભૂષણ કુમાર ભાગીદાર છે. મ્યૂઝિક અજય – અતુલ નું છે. ફિલ્મ ના નિર્દેશક દિપક રાઉત છે. જેઓ મરાઠી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.
અજય દેવગનએ ફિલ્મ તાનાજી માટે ખૂબ મહેનત કરી છે. છેલ્લે રજૂ થયેલી ફિલ્મ રેડ માં અજય ના અભિનય ની ખૂબ તારીફ થઈ હતી. અસલ માં તેનો અભિનય કથિર માં થી હવે કંચન બની ગયો છે.
ફિલ્મ તાનાજી નું પ્રોડક્શન હજુ ચાલી રહ્યું છે. ફિલ્મ આગામી સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિવાય આશુતોષ ગોવારીકર પણ પાનીપત નામ ની એક ફિલ્મ બનાવી રહ્યા છે. જે ઐતિહાસિક લડાઇ પાનીપત પર આધારિત છે. ફિલ્મ માં સંજય દત્ત અને અર્જુન કપૂરની મુખ્ય ભૂમિકા છે. ઝાંસી ની રાણી પર આધારિત ફિલ્મ મણિકનિઁકા ૨૫ મી જાન્યુઆરી ના રોજ રજૂ થઈ રહી છે.