જામનગર જીલ્લાના જામનગર તાલુકાના વિરપર ગામના ખાતેદાર ખેડૂતો છીએ. અને અમારા માલીકીના સર્વે નંબરો ધરાવીએ છીએ.
સદર ખેતીની જમીનમાં હાલ ઉભો પાક છે. જે જમીનમાં સૌની યોજનાની પાઇપ લાઇન નાખવા માટેના કોન્ટ્રાકટર સુભાષ પ્રોજેકટ પ્રા.લી.ના કોન્ટ્રાકટરના નામના માણસો અમારી માલીકી, કબજા ભોગવટાની જમીનમાં ઉભા મોલમાં ગત તા.૧-૩-૨૦૧૮ના રોજ રાત્રે મશીન ચલાવી નુકશાન કરેલ છે. અને અમોને ધમકીઓ આપે છે. કે તમારાથી થાય તે કરી લ્યો તમને નુકશાનીના વળતર પેટે એક પણ રૂપિયો ચુકવવાનો નથી. તેમ દાદાગીરી કરે છે. અને સરકારી મશીનરીના નામે દુરઉપયોગ કરે છે. અમારી જમીન સંપાદનમાં લેવામાં આવેલ નથી કે કોઇ અમોને કોઇ નોટીસ આપેલ નથી. તેમ છતાં અમોને બીન જરૂરી હેરાન કરવામાં આવે છે. જેથી સરકારી નિયમ મુજબ અમોને યોગ્ય વળતર મળી રહે તે માટે નિયમોનુસાર પંચનામુ કરી અને ત્યારબાદ આગળની કાર્યવાહી થાય તે માટે જરૂરી પગલા ભરવા આપ સાહેબને અમારી સૌની નમ્ર અરજ છે અને જે અંગે અમો સૌ સહી કરીએ છીએ.