નામ નોંધણી શરૂ: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સુરેન્દ્રનગર અને રાજકોટના ગોંડલ પરિચય મેળાની બેહદ સફળતા બાદ જય રઘુવીશ વેવિશાળ માહીતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા રાજકોટના તા. ૨૩-૧૨ ને રવિવારના રોજ બીજા પરીચય મેળોનું સુંદર આયોજન કેશરીયા લોહાણા મહાજન વાડી (એસી હોલ) કે.કે.વી. ચોક, સેમસંગ પ્લાઝા વાળી શેરી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ પરિચય મેળાને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઇની રઘુવંશી સંસ્થાઓ, મહાજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરીચય મેળામાં અત્યાર સુધીમાં આશરે ૨૫૦ જેટલી એન્ટ્રીઓ આવી ચુકેલ છે. આ પરીચય મેળામાં દીકરીઓની ફી તદન નિ:શુલ્ક રાખવામાં આવેલ છે.
અને ફોર્મ તા. ૧૦-૧૨ સુધી લેવામાં આવશે. આ લગ્ન વિષયક સમારોહમાં ભાગ લેવા ઇચ્છતા વડીલોએ વિશેષ માહીતી માટે જય રઘુવીર વેવિશાળ માહીતી કેન્દ્રના સંચાલક નરેન્દ્રભાઇ પુજારા મો. ૯૯૭૯૨ ૧૯૦૪૮ તથા સુનીતાબેન પુજારા મો. નં. ૯૫૧૨૪ ૪૨૯૮૮ નો સંપર્ક કરવા આ પરીચય મેળામાં લગ્ન વિષયક વિશેષ ડીરેકટરી પણ બહાર પાડવામાં આવનાર છે.
પસંદગી મેળાને સફળ બનાવવા આગેવાનો નરેન્દ્રભાઇ પુજારા, ડો. મીરાબેન ઠકકર, હરેશભાઇ કોટક, શરુભાઇ સેજપાલ, નરેન્દ્રભાઇ તન્ના, કીરીટભાઇ ડેશરીયા, જયંતભાઇ બુઘ્ધદેવ, ભુપેન્દ્રભાઇ ઉનડકટ અને અમરશીભાઇ ધાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.