શહેરનાં અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે ઓલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠ્ઠન દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ગુજરાતમાંથી રાજકોટ, જામનગર, જૂનાગઢ, બરોડા, અમદાવાદ, સહિતના શહેરોમાંથી ૧૫૦ જેટલા યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ બ્રાહ્મણ સમાજના અગ્રણી તથા બ્રાહ્મણ સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જે.ડી ઉપાધ્યાય બ્રાહ્મણ સમાજ સેવા સંગઠનના અધ્યક્ષ સહિતના સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
શીતલ ત્રીવેદી કે જેઓ અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા મહિલા સંગઠનના અધ્યક્ષ છે તેઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હ તુ કે એ પ્રથમ પસંદગી મેળાનું તેઓએ આયોજન કરેલ છે. તેમાં બ્રાહ્મણ સમાજના ૧૫૦ જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો છે. અને તેમનો હેતુ છે કે તેમના બ્રાહ્મણ સમાજ આગળ આવે તે માટે આવા નવા કાર્યો કરતા રહેશે.
આમાં બધા ૮૪ બ્રાહ્મણો જ્ઞાતિ સામેલ છે. તેમાં ગુજરાતમાંથી રાજકોટ, જામનગર, જૂનાગઢ, બરોડા, અમદાવાદ, જેવી ઘણી બધી જગ્યાએથી યવક યુવતીઓ આ પસંદગી મેળામાં સામેલ થયા છે.
જે.ડી. ઉપાધ્યાય તેઓ પોતે ઓલ ઈન્ડીયા બ્રાહ્મણ સેવા સંગઠનના અધ્યક્ષ પદે તેઓએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ અધ્યક્ષ હોવા છતા પણ ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરે છે. ને દર ત્રણ મહિને તેઓ આવો પરિચય મેળાનું આયોજન કરવાનાં છે. સાથેજ તેઓએ અબતક મીડિયા હાઉસનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ જ આભાર માન્યો હતા.