ભાગ લેનાર દરેકને પરિચય પુસ્તિકા અપાશે: અગ્રણીઓ ‘અબતક’નાં આંગણે
જૈન સોશિયલ એકટીવીટી કલબ દ્વારા જૈન અતુટ બંધન યુવક-યુવતી પરીચય મેળો-૨૦૧૯નું આયોજન આગામી તારીખ ૧૬ જુન ૨૦૧૯ રવિવારે વીવીપી એન્જીનીયરીંગ કોલેજ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ પરીચય મેળામાં ચારેય ફીરકાઓના જૈન યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ માટેના ફોર્મ બાલાજી માર્કેટીંગ, રૂડાનગર-૧ શેરી નં.૭, વૃંદાવન સોસાયટી પ્લોટ નં.૧૪૮, શકિત પ્રોવિઝન સ્ટોર્સ સામે કાલાવડ રોડ, રાજકોટ મો.નં.૯૧૦૬૬ ૬૧૪૬૬ ખાતેથી તથા અન્ય સ્થળેથી મળી રહ્યા છે.
ફોર્મ વિતરણ શરૂ થઈ ચુકયું છે. ફોર્મ ભરીને પરત આપવાની છેલ્લી તારીખ ૩૧/૫/૨૦૧૯ છે. ફોર્મ ફી રૂ.૬૦૦ યુવક તથા યુવતીઓ માટે રાખવામાં આવી છે. યુવક કે યુવતી સાથે આવનાર વાલીને ફ્રી એન્ટી મળશે તથા અન્ય સાથે આવનાર સભ્યની ફી રૂ.૩૦૦ લેવામાં આવશે. પરીચય મેળો તા.૧૬ જુને સવારે ૯ વાગ્યાથી શરૂ થશે. સૌપ્રથમ રજીસ્ટ્રેશન નવકારશી અને બપોરે જમણવારનું આયોજન કરાયું છે. તેમજ ભાગ લેનાર યુવક-યુવતીને પરીચય પુસ્તિકા પણ આપવામાં આવશે.
વધુ વિગત માટે મો.૯૧૦૬૬ ૬૧૪૬૬ ઉપર સંપર્ક કરવો. પરિચય મેળાનો વધુમાં વધુ જૈન લગ્નોત્સુકો લાભ લ્યે તે માટે આયોજકો કેતનભાઈ સંઘવી, નિરવભાઈ તુરખીયા તથા ચિરાગભાઈ પટેલે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પરિચય મેળામાં જીતેન્દ્રકુમાર દેસાઈ, હિતેષભાઈ મહેતા, સી.એમ.શેઠ, ધિરેનભાઈ ભરવાડા, મિલનભાઈ કોઠારી, કમલેશભાઈ શાહ, અનિશભાઈ વાધર, બ્રિજેશભાઈ મહેતા, ગીરીશભાઈ મહેતા, હર્ષિલભાઈ શાહ, રાજુભાઈ શાહ, સુનિલભાઈ કોઠારી તથા યોગેશભાઈ શાહ હાજરી આપી આયોજનને બિરદાવશે.