હાલ ફોર્મ ભરવાની મુદત ૩૧મી સુધી લંબાવાઇ
સમસ્ત સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જે હાલ કોરોના વાયરસને કારણે મુલત્વી રખાયો છે. જો કે આ માટેના ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે. આગામી તા.૩૧મી સુધી પરિચય મેળાના ફોર્મ ભરી શકાશે
રાજકોટ જીલ્લામાં વસવાટ કરતા ઘાંચી સમાજના પાંચ વાડા છે. જેમા સોરઠીયા ઘાંચી, ઝાલાવડીયા ઘાંચી અને હાલાઇ ઘાંચી સમાજ આમ આ સમાજ એક મગની બે ફાડ છે. જો કે ઓશમાનભાઇ ભુવડના અથાગ પ્રયત્નો અને મામદભાઇ અગવાન (હાલાઇ ઘાંચી), ગફારભાઇ મહેતર, મુસાભાઇ ગોગદા (સોરઠીયા ઘાંચી), આરીફભાઇ ખલયાણી (ભાદર ગઠીયા ઘાંચી), અલ્લારખાભાઇ મકવાણા (રાંધનપુરા ઘાંચી) સમાજના પ્રમુખોની દૂર દેશી વિચાર ધારા અને સમાજ ઉપયોગી વહીવટને લીધે આજે આ ઘાંચી સમાજ એક થઇ ગયો છે. અને સમસ્ત ઘાંચી સમાજ રાજકોટની એક કારોબારી સમીતી બની છે.
આગામી દિવસોમાં યુવક-યુવતી પરીચય મેળાનુ આયોજન કરેલ હતું. જે કોરોનાને કારણે હાલ મુલત્વી રખાયુ છે.
હાલ પરિચય મેળાના ફોર્મ ભરવાની મુદત તા.૩૧-૩-૨૦ સુધી લંબાવેલ છે. અને સાથે એવા યુવકોના વાલીઓને અનુરોધ છે કે તેઓ પોતાના એજયુકેટ સંતાનોના ફોર્મ ભરી વેલી તકે મોકલે.
આ માટે ઓસમાણ ભુવડ (મો.નં. ૯૯૯૮૧ ૭૫૪૯૦)નો સંપર્ક કરવા જણાવાયું છે.