સંસ્કારી શહેર બદલ રહા હૈ

લોકોને સીટી બસની રીયલ ટાઇમ માહિતી મળશે

વડોદરામાં ઇન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ પ્રોજેકટ હેઠળ પહેલા તબકકામાં ૭૫ સીટી બસોમાં સ્માર્ટ ટેકનોલોજીનો મેયર ડો. જીગીશાબેન શેઠના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. બીજા તબકકામાં બાકીના ૭૫ બસોમાં પણ આવી ટેકનોલોજીનો પ્રારંભ કરાશે.

વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સીટી અંતર્ગત આઇટીએમએસ પ્રોજેકટ એટલે ઇન્ટગેડેટ ટ્રાન્સપોર્ટર મેનેજમેન્ટ સિસ્ટમ જે વડોદરા શહેરના સીટી ટ્રાન્સપોર્ટ એટલે કે સીટી બસ સર્વીસનું સ્માર્ટ સોલ્યુશન છે. આ પ્રોજેકટ વડોદરા સ્માર્ટ સીટીના ભાગરુપે અમલમાં મુકવામાં આવ્યો છે.

આ પ્રોજેકટ અંતર્ગત શહેરની સીટી બસમાં સી.સી ટીવી કેમેરા, રીઅલ ટાઇમ પીઆઇએસ ડીસપ્લે પેનિકલ ડ્રાઇવર ડિસપ્લે જેવી સ્માર્ટ સિસ્ટમ ઉપલબ્ધ થશે.

આ પ્રોજેકટથી વડોદરા શહેરના નાગરીકોને રીઅલ ટાઇમ બસની માહીતી ઉપલબ્ધ થશે એટલે કે બસ સ્ટોપ ઉપર બસ આવવાના સમયે જ જ પહોંચશે. બસની અંદર સીસી ટીવી કેમેરા થકી મુસાફરી કરતા પેસેન્જરની સેફટી અને સીકયુરીટીમાં વધારો થશે. સીટી બસની ઓવર સ્પીડીંગ ઉપર નિયંત્રણ આવશે. બસ રૂટ ડાઇવર્ટ થશે નહી તથા સ્ટોપેજ સ્ક્રીપની માહીતી મળશે અને બસની અનિયમિતતાના જો હોય તો તે પછી થશે.

આ સાથે મોબાઇલ એપ્સ તથા વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર બસ સ્ટોપની વિગતો નિયત કરેલા બસ સ્ટોપ ઉપર બસ કયારે પહોચશે, બસના રૂટની વિગતો તથા જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રૂટના આયોજનની વિગતો ઉપલબ્ધ થશે.

તા. ૧-૭-૨૦ ના રોજ આ પ્રોજેકટ ફેઝ-૧ માં ૭૫ જેટલી સીટી બસોમાં સ્માર્ટ ટેકનોલોજીનો શુભારંભ કરવામાં આવ્યો.

વધુમાં આવનારા સમયમાં ફેઝ-ર માં શહેરના મુખ્ય બસ સ્ટોપ (અંદાજીત ૧૦૦ જેટલા) પર ડીઝીટલ ડિસ્પ્લે, રુટની વિગતો, કેમેરા વગેરેની વિગતો ઉપલબ્ધ થશે તથા બાકીની ૭પ બસોમાં પણ ઉપર જણાવેલ તમામ સુવિધા પણ ઉપલબ્ધ થશે તેમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્થાયી સમિતિના અઘ્યક્ષ સતીષભાઇ પટેલ, ડે. મ્યુનિ. કમિશનર સુધીર પટેલ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્તભાઇ શ્રીવાસ્તવ, આરોગ્ય સમિતિના અઘ્યક્ષ ડો. રાજેશ શાહ, શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ, દંડક અલ્પેશ લિંબાચીયા, મ્યુનિ. સભાસદ રાજેશ આયરે, તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.