ભરતી પ્રક્રિયા ડ્રો સિસ્ટમ પધ્ધતિથી કરવામાં નહી આવે તો હાઈકોર્ટમાં સ્ટે લેવાશે
અખિલ વાલ્મિકી સમાજ દ્વારા સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા સંદર્ભે કેટલાક જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં ભરતી પ્રક્રિયા ડ્રો સિસ્ટમ પધ્ધતિથી કરવામાં નહી આવે તો હાઈકોર્ટમાં સ્ટે લેવા સહિતની રજૂઆત કરાઈ છે.
જેમાં માત્ર વાલ્મીકી સમાજના લોકોની ભરતી કરવી, રાજકોટમાં આશરે ૧૫ વર્ષથી વસાહત કરી રહેતા તેવા લોકોની જ ભરતી કરવી, વિધવા મહિલા બહેનો અને પતિ પત્નિઓનાં અંગત ઘર્ષણનાં કારણે છૂટાછેડા થયેલ તેવી બહેનોને પ્રથમ પ્રાધાન્ય તક આપવી.
કોન્ટ્રાકટમાં સફાઈ કામગીરી કરતા ઘણા લાંબા સમયથી કામ કરતા તેવા લોકોને ખાસ મહત્વ આપી ભરતી કરવી,
રાજકોટ શહેરમાં મૂળ વસતા વતની તેઓનાં આધાર પૂરાવા જેમકે રેશનકાર્ડ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, જાતીનો દાખલો, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, સ્થાનીક કોર્પોરેટરનો દાખલો જેવા મુખ્ય આધારો હોય તેવા લોકોને જ લાભ આપી સમાવેશ કરવો.
સફાઈ કામદારોની ભરતીનાં ફોર્મ ઓનલાઈન કરી ભરતી કરવી અને ડ્રો સીસ્ટમ પધ્ધતીથી કરવી જેથી લાગતા વળગતાઓની લાગવગ વગર થઈ શકે અને પૈસાના ઉઘરાણા ખોટી રીતે ન કરે અને લોકોને ગેરમાર્ગે ન દોરે તેની સાવચેત રાખવા માટે ધ્યાનમાં લેવું.
વાલ્મીકી સમાજના આર્થિક બેકાર, બેરોજગાર નોકરી ધંધા વગરના લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવું જેના ઘરમાં એક પણ નોકરી ન હોય તેવા લોકોનો સમાવેશ કરવો. તેમની ઉંમર ૩૫ થી ૪૦ વર્ષની હોવી જરૂરી.
વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની ભરતી કરવામાં નિયમમાં સુધારો કરવો તેમજ ઓનલાઈન ભરતીનાં ફોર્મ કરી ડ્રો સીસ્ટમની પધ્ધતિથી કરવામાં નહી આવે તો અખીલ વાલ્મીકી સમાજ સફાઈ કામદાર સૂવર્ણ વિકાસ ટ્રેડ યુનિયન રાજકોટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જઈ સ્ટે. લેવામાં આવશે અને ભરતી પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે. તેવી નોંધ લેવા પ્રમુખ મનોજ ટીમાણીયા મંત્રી કમલેશ વાઘેલા, વિનુભાઈ પરમાર, મહેન્દ્રભાઈ વાઘેલા, રમેશભાઈ જેઠવા અતીશ ચૌહાણ, સુભાશ ગૌરી, અઝેશ જેઠવાની યાદીમાં જણાવાયું છે.