આ અંગે સોમવારે મોટી સંખ્યામાં ખેડુતો ઉ૫સ્થિત રહી કલેકટરને આવેદન પત્ર આપશે: કાર્યકરો ‘અબતક’ને આંગણે

ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતરોમાં ભૂંડ અને રોજડા દ્વારા થતાં પાકોને અને ખેડુતોને નુકશાનને લઇ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવશે.

તાજેતરમાં જામકંડોરણાના બોરીયા ગામના યુવાન ખેડુતનું મોત ભૂંડ કરડવાથી થયું હતું. ખેતીવાડીમાં ભૂંડ અને રોજડાથી પાકો અને ખેડુતો પરના હુમલા કરીને નુકશાન કરતા તથા રોડ પર અકસ્માત કરતા તેનું તાત્કાલીક નિયંત્રણ કરવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા સોમવારે સરકારમાં રજુઆત કરવા કલેકટરને આવેદન પત્ર આપવાનું નકકી કરાયું છે. આ તકે કાર્યકરોએ ભરતભાઇ પીપળીયા શૈલેષભાઇ સીદપરા સહીતનાઓએ અબતકની મુલાકાત લીધી. આ આવેદન આપવા માટે રાજકોટના દરેક ખેડુતો તથા સૌરાષ્ટ્રના તમામ જીલ્લાઓના ખેડુતો મોટી સંખ્યામાં કલેકટર કચેરી જીલ્લા સેવા સદન રાજકોટ ખાતે ઉમટી પડયા ભારતીય કિસાન સંઘનો અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.