વેપારીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે એસજીએસટી કમિશ્નરે રુબરુ મુલાકાત લીધી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીના પ્રતિનિધિઓએ ગુજરાત રાજયના એસજીએસટી ચીફ કમિશ્નર જે.પી. ગુપ્તાની રાજકોટ ખાતે રુબરુ મુલાકાત લઇ વેપારીઓ વેરા સમાધાન યોજના-૨૦૧૯ નો વધુમાં વધુ લાભ મેળવે તે અંગેના સુચનો રજુ કર્યા હતા.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, માનદ મંત્રી નૌતમભાઇ બારસીયા, માનદ સહમંત્રી કિશોરભાઇ રુપાપરાએ ગુજરાત રાજયના એસજીએસટી ચીફ કમિશ્નર જે.પી.ગુપ્તાની રાજકોટ ખાતે રુબરુ મુલાકાત લઇ રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા વેરા સમાધાન યોજના-૨૦૧૯ નો વેપારીઓ વધુમાં વધુ લાભ મેળવી શકે તે માટે સુચનો કરેલ હતા.

૨૦૧૫-૧૬ ની આકારણીના ઘણા કેસો હજુ બાકી છે. તેમજ કવાર્ટરલી રીટર્ન ફાઇલ કરવાની તથા જીએસટી ઓડીટની છેલ્લી તા. ૩૧-૧-૨૦ છે. તેથી વેપારીઓ અત્યારે રીટર્ન ફાઇલ અને ઓડીટની કાર્યવાહીમાં વ્યસ્ત રહે છે. જેના હિસાબે સરકાર દ્વારા જાહેર કરાયેલ વેરા સમાધાન યોજના-૨૦૧૯ નો લાભ વેપારીઓ ઓછો લઇ શકશે. જેમ જેમ વેપારીઓના ૨૦૧૫-૧૬ ના આકારણીના કેસોનો નિકાલ આવતો જાય તો તેવા વેપારીઓ આ યોજનાનો લાભ મેળવી શકે. તેથી આ યોજનાની તા. ૨૯-૨-૨૦ સુધી લંબાવવી જરુરી છે. જેથી વેપારીઓ આ યોજનાનો મહત્તમ લાભ લઇ શકે અને સરકારશ્રીને પણ આવકમાં વધારો થાય છે તેવું જણાવાયું હતું.ઉપરાંત ધારાકીય ફોર્મમાં જે ફોર્મ એનડીએફ છે તેમાં માત્ર ૧૫ ટકા  ટેકસ વાળી ચીજ વસ્તુઓને ૫૦ ટકા રાહત આપવામાં આવે છે તો પ ટકા વાળી ચીજ વસ્તુઓને પણ પ૦ ટકા ની રાહતમાં સમાવેશ કરવા વિનંતી છે તેમજ જે વેપારીઓ અપીલમાં નથી ગયેલ તેવા વેપારીઓને પણ આ યોજનાનો લાભ મળવો જોઇએ તેવી રજુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.