ખરીફ ઋતુમાં સુરેન્દ્રનગર જિલ્લાનાં મોટાભાગનાં વિસ્તારોમાં પાક નિષ્ફળ ગયા છે. આ સિઝનમાં પાક ઉત્પાદન નહિવત જ આવશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની માર્ગદર્શિકા મુજબ જે-તે વિસ્તારોનું પાક ઉત્પાદન ૫૦ ટકાથી ઓછું આવે એમ લાગે છે તો તાત્કાલિક સર્વે કરી પાક કાપણીનાં અખતરાની રાહ જોયા વગર પાક વિમા પોલીસી ધારક ખેડુતોને ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણું કરવું જોઈએ તેવી રજુઆત છે. આ દિશામાં જરૂરી તમામ પગલા લઈ જે વિસ્તારોમાં ખેડુતોના પાકોનું બહોળુ નુકસાન થયું છે અને ઉત્પાદન ૫૦ ટકાથી પણ નીચે આવવાનું છે તો તમામ ખેડુતોને તાત્કાલિક ધોરણે ૨૫ ટકા ઓન એકાઉન્ટ ચુકવણુ કરવા માટે યુનિવર્સલ સોમ્પો વિમા કંપનીને આદેશ આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવે તેવી રજુઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. ખેડુતો કાળી મજુરી કરી વિમાનું પ્રીમીયમ ભરે છે એટલે જયારે પાક નિષ્ફળ જાય ત્યારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત અસરગ્રસ્ત ખેડુતોને ન્યાય મળવો જોઈએ તેવી પણ રજુઆત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.