- અબતકની મુલાકાતમાં બજરંગ ગ્રુપના આગેવાનોએ પ્રથમ રઘુવંશી પરિચય સમારોહની વિગતો આપી સમાજના આગેવાનોને ઉમટી પડવા કરી હાંકલ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના રઘુવંશી પરિવારના સંતાનોને યોગ્ય પાત્ર અને પરિવાર મળી રહે તે માટે સેવારત બજરંગ ગ્રુપ ઓફ રાજકોટ સીટી સંસ્થા દ્વારા નિયમિત રીતે વેવિશાલ પરિચય ની સફળ સેવા બાદ સંસ્થા દ્વારા સૌપ્રથમવાર રવિવારે 12 મે ના રોજ હેમુ ગઢવી હોલમાં પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે .
અબ તકની મુલાકાતમાં કિશોરભાઈ કારીયા, હસુભાઈ ગણાત્રા, જતીનભાઈ ભીંડોળા, ભરતભાઈ માણેક, દિનેશભાઈ તન્ના, હિરેનભાઈ પોપટ, હર્ષાબેન કક્કડ ,મીનાબેન જાગાણી , નેરૂતી બેનકક્કડ , અલકાબેન ખગરાસ અને જ્યોતિબેન ભટ્ટે પરિચય મેળાની વિગતો આપી જણાવ્યું હતું કે. બજરંગ ગ્રુપ રાજકોટ દ્વારા હનુમાનજી મહારાજ અને સંતોના આશીર્વાદથી લોહાણા સમાજના યુવા યુવતીઓ માટે સર્વપ્રથમ નિશુલ્ક પરીચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે 12 મે 24 ના રોજ હેમુ ગઢવી હોલ નાટય ગ્રહ ટાગોર રોડ ખાતે બપોરે બે થી સાંજના સાત વાગ્યા સુધી ના આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર ખાસ હાજર રહેશે, કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાજકોટ લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઈ પોબારું ના હાથે કરવામાં આવશે સોવેનિયરનું વિમોચન ડોક્ટર નિશાંતભાઈ ચોટાઈ દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઓર્થોપેડિક સર્જન ડોક્ટર વિવેકભાઈ ખખર અને કામનાથ ગ્રુપો કંપની ના એમડી પ્રિયવદનભાઈ કક્કડ ખાસ ઉપસ્થિત રહેશે કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે માનદ મંત્રી ગીતાબેન જોબનપુત્રા સેવા આપશે ,આ પરિચય મેળામાં કુવારા મીઠી જીભ્ રદ ,સગાઈ કેન્સલ, છુટાછેડા વિદુર, વિધવા ઉમેદવારો ભાગ લઈ રહ્યા હોય યુવકો માટે ગ્રેજ્યુએટ અને યુવતીઓ માટે શાળા અભ્યાસથી ગ્રેજ્યુએટ સુધી અને યુકોમાં ડોક્ટર એન્જિનિયર સીએ લેવલના હાઇકોલીફાઈડ લોકો ના ફોર્મ ભરાયા છે.
આ સંમેલનને સફળ બનાવવા માટે સુનિલભાઈ મજેઠીયા, પ્રકાશભાઈ ચોટાઈ ,મનુભાઈ ખંધેડીયા, ભાવેશભાઈ રાય ઠ ઠ્ઠા હેમેનભાઈ કારીયા સાગરભાઇ કારીયા, ચંદ્રેશભાઇ ગણાત્રા ,વિનુભાઈ બુધદેવ ,જયંતભાઈ બુધદેવ, વાહિદભાઈ મારફાણી ,રાઘવભાઈ ગણાત્રા ,હર્ષાબેનબેન ગણાત્રા કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી રહ્યા છે
કાર્યક્રમની વધુ વિગતો માટે જતીનભાઈ ભીંડોરા 98250 75154 નો સંપર્ક કરવા જણાવ્યું છ