જામજોધપુરનાં મેઘપર ગામે મહિલા સરપંચના પતી તેની પત્નીનાં હોદાનો દૂર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામપંચાયતના એક સદસ્યએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી મહિલા સરપંચને હોદાપરથી દૂર કરવાની માંગ ઉઠાવી છે.
મેઘપર ગ્રામ પંચાયતના સભ્ય મગનભાઈ સીંગરખીયાએ જીલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતુ કે મેઘપર ગામના મહિલા સરપંચના પતી ભીખુભાઈ હરજીભાઈ શીલુ તેમના પત્નીના હોદાની આડમા ભ્રષ્ટાચાર કરી અને પંચાયતની ગ્રાન્ટનો ગેરઉપયોગ કરે છે જેથી મહિલા સરપંચને તેના હોદા પરથી દૂર કરવામાં આવે તેવી માંગ છે.