વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ સહિત જૈન સમાજના લોકોએ મહાપાલિકા કમિશનર અને મેયરને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરી
પવિત્ર શ્રાવણ માસનાં સોમવાર અને જન્માષ્ટમી તહેવારમાં કતલખાના બંધ રખાવવા અને કતલ કરવા તેમજ માસ મટન મચ્છી વેંચાણ પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પડયું છે. પરંતુ તેનો કડક અમલ કયારેય થતો નથી ખૂલ્લેઆમ માસ-મટન આ પવિત્ર તહેવારોમાં પણ ગેરકાયદેસર રીતે વહેચાત હોય છે.
પવિત્ર શ્રાવણ માસ શિવ ઉપાસનાનો મહિનો ગણાય છે.તેમાં પણ ઉપવાસ, જલાભિષેક, પૂજન અર્ચન, માટે શ્રેષ્ઠ સમય ગણાય છે. ત્યારે આ તહેવારો નિમિતે રાજકોટમાં તમામ સરકારી ખાનગી, ગેરકાયદે કતલખાનાઓ, મીટશોપ, પોલ્ટ્રીશોપ, ફીશશોપ, રેકડીઓ દુકાનો, રેસ્ટોરન્ટ વિગેરે બંધ રાખવા તેમજ માંસનું વેચાણ બંધ રાખવાના જાહેરનામાનો ફરજીયાત અમલ થશય તે જ રીતે જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ તા.૬ સપ્ટે.થીક ૨૩ સપ્ટે. નિમિતે પણ જાહેરનામું બહાર પડે તેનું કડક અમલીકરણ થાય તે માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, જૈન સમાજ તેમજ જીવદયાપ્રેમીઓએ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિસીપલ કમિશ્નર, બંછાનીધી પાનીને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી છે.
જેમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના શાંતુભાઈ ‚પારેલીયા, હસુભાઈ ચંદારાણા, બજરંગદળના હરેશભાઈ ચૌહાણ, સહિતના જીવદયાપ્રેમી અગ્રણીઓએ મેયર તેમજ કમિશ્નરને રજૂઆત કરી હતી કે ઘણા વર્ષોથી જાહેરનામું બહાર પડે છે. પરંતુ અનેક જગ્યાએ જાહેરનામાનું પાલન કરવામાં આવતું નથી. સતત અહેવાલો પણ પ્રકાશીત થાય છે. પરંતુ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં આવતી નથી પ્રતિબંધ હોવા છતા રાજકોટમાં માંસ, મટન, મચ્છી વિગેરે નોનવેજ ખૂલ્લેઆમ વેચાય છે જેને કોઈપણ પ્રકારની સ્વચ્છતાક અભિયાન ઝુંબેશ પણ હાથ લગાડતી નથી દબાણ હટાવ ઝુંબેશ દરમ્યાન પણ આ પ્રકારની રેકડીઓ, હોટલો, કતલખાનાઓને કયારેય તંત્ર હાથ લગાડતુ નથી જે ખૂબજ દુ:ખદ છે. સદર, ફૂલછાબ ચોક, મોચીબજાર, જંગલેશ્ર્વર, ભગવતીપરા, મોરબી રોડ, થોરાળા, દુધની ડેરી, કોઠારીયા સોલવન્ટ પાસે ૮૦ ફૂટ રોડ પાસે, મોટામવામાં, કિડની હોસ્પિટલની સામે સહિતના અનેક એરીયાઓમાં ગેરકાયદેસર કતલખશનાઓ ધમધમે છે. જે રીતે જળાશયોમાં પણ ગેરકાયદેસર રીતે નિયમિત મચ્છીમારી થાય છે.
જગ્યા રોકાણ કાયદાનો સદંતર ભંગ કરી રાજકોટના લગભગ તમામ વિસ્તારોમાં સમગ્ર પણે ૩૦૦ થી વધુ માંસ મટન, ઈંડાની લારીઓ છે તે પણ હટાવવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળે માંગણી કરી છે. આ સાથે સ્વચ્છતલ અભિયાનમાં દબાણ હટાવ ઝુંબેશમાં, આરોગ્ય અભિયાનમાં આ નોનવેજના હાટડાઓ, કતલખાનાઓ ઉપર પણ નિયમાનુસાર કાર્યવાહી થાય તેવી પણ રજૂઆત કરી છે.જેની સામે મેયર અને મહાનગરપાલીકાના કમિશ્નરે યોગ્ય પગલા ભરવાની ખાતરી આપી છે.
તો આ સાથે એનીમલ વેલફેર ફાઉન્ડેશન દ્વારા પણ પર્યુષણ નિમિતે કતલખાના બંધ રાખવા અપીલ કરાઈ છે. શ્વેતાંબર જૈન સમુદાયના તા.૬ થી ૧૩ સપ્ટેમ્બર સુધી અને દિગમ્બર જૈન સમુદાયના ૧૪ થી ૨૩ સપ્ટેમ્બર સુધી ચાલતા પર્યુષણ પર્વ દરમિયાન માસ-મટનના હાડકા અને કતલખાના પર પ્રતિબંધ રાખવા અનુરોધ કરાયો છે.