ટપક સહાય ચાલુ કરવા માણાવદરના પાજોદ ગામના ખેડૂત જયદિપ ભાલોડીયા કરી રજૂઆત

ટપકની સહાયનું  વિતરણ કરતી સંસ્થા જીજીઆરસી છેલ્લા ઘણા સમયથી બંધ થતા ગુજરાતના વિવિધ વિસ્તારના ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી ભેગા થઈને સ્વર્ણિમ સંકુલમાં ૧૪૫ જેટલા ખેડૂતો એ તમામ મંત્રી તેમજ મુખ્યમંત્રી મળી રૂબરૂ રજૂઆત કરાય ચાલુ વર્ષે વરસાદ ખુબજ ઓછો છે અને હાલમા કુવા કે બોર માં થોડુ ઘણુ પાણી છે.

એવા ખેડૂતોને ધોરિયા પધ્ધતિથી પિયત થઈ શકે તેમ નથી અને જો ડ્રીપ સિસ્ટમથી પિયત કરવામા આવે તો થોડુઘણું પિયત કરીને પાકને બચાવી શકાય તેમ છે. પરંતુ હાલમા જી.જી.આર.સી દ્વારા આ યોજના બંધ કરેલ છે. નવી અરજીઓ સ્વીકારવાની પણ બંધ કરેલ છે. જેને લીધે ખેડૂતો આ સિસ્ટમ વસાવી શકે તેમ નથી.IMG 20181031 WA0011 અત્યારે પાક બચાવવા આ સિસ્ટમની ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત હોય, અને અમુક વિસ્તારમાં વરસાદ સાધારણ છે ત્યાં અમુક ખેડૂતો ને શિયાળુ પાકનું આયોજન કરવું છે રેડ પિયત થી શકય નથી તેને ફરજીયાત ટપક અપનાવી પડે એમ છે.

જેથી આ યોજના ચાલુ કરવામાં આવે  અને વધૂમા વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે જીજીઆરસી યોજના તાત્કાલીક ચાલુ કરવામાં આવે જુનાગઢ જીલ્લામાંથી અમીત કે આંબલીયા તેમજ પાજોદ ગામના ખેડૂત પુત્ર જયદીપ ભાલોડીયા રૂબરૂ મળી રજૂઆત કરાય જીજીઆરસી ચાલુ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.