દરેક ખુશીનું સરનામું તેનાથી,
દરેક વિરહની સમજણ તેનાથી,
દરેક સંબંધની પરિભાષા તેનાથી,
દરેક હાર-જીતની ઓળખ તેનાથી,
દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ તેનાથી,
દરેક લાગણીનો અર્થ તેનાથી,
દરેક અનુભવનો સારાંશ તેનાથી,
દરેક શબ્દની મહત્વતા તેનાથી,
દરેક સ્મિતનું સરનામું તેનાથી,
દરેક વિચારોની વાચા તેનાથી,
દરેક વાતનો પરિચય તેનાથી,
દરેક મનુષ્યનું મિલન તેનાથી,
દરેક ભક્તિનો લય તેનાથી,
દરેક આસ્થાનો સાર તેનાથી,
દરેકને માટે તે કઈક જૂદી તેનાથી,
આથી કહી શકાય તેને જિંદગી.