પસંદગીનાં નંબર મેળવવા અરજદારો તા.17/6 થી તા.20/6 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે
રાજકોટ આરટીઓ ખાતે આગામી તા.17/6નાં રોજ બાઈક માટે પસંદગીનાં નંબરો મેળવવા માટે અરજદારો પાસેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા નવી સીરીઝ જી.જે.3 એલ.ઈ. માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગેની વિગત મુજબ મોટરસાયકલ પ્રકારનાં વાહનો માટે જી.જે. 03 એલ.ઈ. સીરીઝનાં 1 થી 9999 પૈકીનાં નંબર માટે ઈ-ઓકશનથી શરૂ કરવામાં આવનાર છે.
ગુજરાત મોટર વાહન નિયમ-1989 નિયમ 43 એકસમાં સુધારો થયા મુજબ ગોલ્ડન નંબરો થતા સિલ્વર નંબરોની ઓકશન (હરાજી)થી ફાળવવાનું નકકી થયેલ છે. જેથી આ પ્રકારનાં ગોલ્ડન નંબરો તથા સિલ્વર નંબરો તથા અન્ય પસંદગી નંબરો મેળવવા ઈચ્છતા વાહન માલિકો પાસેથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગોલ્ડન નંબરની મોટર સાયકલ પ્રકારનાં વાહનોમાં ઓછામાં ઓછી ફી (અપસેટ પ્રાઈઝ) રૂા.5000 છે. સિલ્વર નંબર મોટર સાયકલ પ્રકારનાં વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.2000 છે. ગોલ્ડન, સિલ્વર સિવાયનાં અન્ય પસંદગીનાં નંબરોમાં મોટર સાયકલ પ્રકારનાં વાહનોમાં ઓછામાં ઓછી ફી રૂા.1000 છે.
ગોલ્ડન, સિલ્વર તથા અન્ય પસંદગીનાં નંબરોનાં ઓકશનમાં ભાગ લેવા માટે સેલ ઈનવોઈસની તારીખ અથવા વિમાની તારીખ તે બે માંથી જે વહેલું હોય તે તારીખથી સાત દિવસ સુધીમાં ફોર્મ સીએનએમાં અરજી કરનારને અરજી કર્યા તારીખથી 60 દિવસ સુધી પસંદગીનાં નંબર માટેના ઓકશનમાં ભાગ લઈ શકશે. ગોલ્ડન, સિલ્વર તેમજ અન્ય પસંદગીનાં નંબરો મેળવવા માટે તા.17/06/2019 થી તા.20/06/2019 સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા તા.21/06/2019નાં રોજ સવારે 11:00 કલાકથી તા.24/06/2019 નાં સાંજના 4:00 કલાક સુધી ઓનલાઈન ઈ-ઓકશન ખુલ્લુ રહેશે તથા તા.24/06/2019નાં રોજ સાંજનાં 5:00 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઈ-ઓકશનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરિવહન સાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. ઈ-ઓકશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-5માં ઈ-પેમેન્ટ દ્વારા ભરણું કરી ફોર્મ આર.ટી.ઓ. કચેરીમાં તુરંત જમા કરવાનું રહેશે. જેની ખાસ નોંધ લેવી. સફળ અરજદારોએ નિયત સમય મર્યાદામાં (દિવસ-5) બીડની રકમનું ઈ પેમેન્ટ કરી ફોર્મ આર.ટી.ઓ. કચેરી રાજકોટ ખાતે જમા કરાવવામાં અરજદાર નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે ત્યારબાદ પેમેન્ટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે.