હેલ્મેટ સત્યાગ્રહ કમિટી દ્વારા વિવિધ મુદ્દે લેખીત રાવ
શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાળા કાયદાને નાબુદ કરવા કાયદા શાસ્ત્રીઓએ સંવિધાન દિવસના દિવસે હેલ્મેટ સત્યાગ્રહ કમીટીના નેજા હેઠળ જીલ્લા કલેકટરને હેલ્મેટના તધલખી નિર્ણય પરત ખેંચવા માંગ સાથે લેખીત રજુઆત કરવામાં આવી છે.
વધુ વિગત મુજબ શહેરી વિસ્તારમાં શહેરીજનોને હેલ્મેટ પહેરવામાંથી મુકતી આપવાની માંગ સાથે હેલ્મેટ સત્યાગ્રહ કમીટ દ્વારા આજે જીલ્લા કલેકટરને ભારત વિધાન દિવસના દિવસે લેખીત રજુઆત કરવામાં શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું મુશ્કેલ તેમજ સારા નરશા પ્રસંગોમાં હેલ્મેટ સાચવવું મુશ્કેલ, હેલ્મેટ પહેરવાથી ગરદન અને કરોડ રજજુ ઉપર અસર થઇ શકે છે. હેલ્મેટ પહેરીને લાંબો સમય સુધી ડ્રાઇવીંગ કરવું મુશ્કેલ છે. હેલ્મેટ ગુનાઓનો ભેદ ઉકેલવા મુશ્કેલી વધશે.પોલીસને મેમાનો ટાર્ગેટ આપવામાં આવે છે. હેલ્મેટ પહેરવાથી અને ન પહેરવાથી કેટલા લોકોના અસ્કમાત મોત થયા પોલીસ દ્વારા ઇ-મેમો મોકલવામાં આવે છે. સરકાર દ્વારા ઇ-મેમો પ્રોજેકટથી ગુનાખોરીનું પ્રમાણ ધટાડવા માટે અને ટ્રાફીક નિયઁત્રણ ને બદલે ઇ-મેમો મોકલી ઉધરાણા કરવામાં આવે છે. આથી તાત્કાલીક ધોરણે શહેરી વિસ્તારમાં હેલ્મેટ નાબુદ કરવા લેખીત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.
હેલ્મેટ સત્યાગ્રહ કમીટીના કન્વીનર સંજયભાઇ જોશી, નૈમીશ શીલુ, ચીમનભાઇ સાકરીયા, જીજ્ઞેશભાઇ જોશી ભાવીન વ્યાસ, રવિ ધ્રુવ, વિગેરે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.