જીવનના જોખમે ફરજ બજાવતા વીજકર્મીઓની થઇ રહેલી ઉપેક્ષા દુર કરવા એજીવીકેએસ અને જીબીઆની ઉર્જામંત્રીને રજુઆત
વીજ કર્મીઓને ફ્રન્ટલાઇન વર્કર જાહેર કરવા, રેમડેસીવર ઇન્જેકશનમાં પ્રાધાન્ય આપવા, હોસ્પિટલમાં અગ્રીમતા આપવા, વેકસીનમાં પ્રાધાન્ય આપવા તથા મેડીકલ સારવાર ખર્ચ આપવાની માંગ
ઉર્જાક્ષેત્રની તમામ સબસીડરી કંપનીઓના વીજ કર્મીઓ રાજયની સદર સુખાકારી અને જરુરીયાતો સંતોષવા માટે રાજયની તમામ પ્રકારની વિપરીત પરિસ્થિતો જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ઠિ વાવાઝોડા, ભૂકંપ તથા કોરોના વાઇરસની હાલ ચાલી રહેલ મહામારી તથા અન્ય અનેક મહારોગોમાં પણ સાતત્યપૂર્ણ અને અવિરત વીજ પુરવઠો પુરો પાડી ઉત્કૃષ્ઠ કાર્ય કરેલ છે. જેની નોંધ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ લેવામાં આવેલ છે તેમજ વીજ કર્મીઓ હર હંમેશ પ્રજાના સુખ-દુ:ખમાં સહભાગી બનીને પોતાની ફરજો બજાવેલ છે. અને હાલ પણ નિભાવી રહ્યા છે. રાજય સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના વાઇરસની ગંભીર પરિસ્થિતિમાં લડત આપતા આરોગ્ય કર્મી, પોલીસ કર્મીઓ અને સફાઇ કર્મીઓ તથા અન્ય કર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરેલ છે. જયારે ઉર્જાક્ષેત્રના કર્મીઓ દ્વારા ઉકત જણાવ્યા મુજબ અને કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરેલ છે જયારે ઉર્જાક્ષેત્રના કર્મીઓ દ્વારા ઉકત જણાવ્યા મુજબ અને કોરોના વાઇરસની સદર મહામારીના રોદ્ર સ્વરુપ સામે રાજય સરકાર દ્વારા તેમના નોટિફીકેશનથી જાહેર કરેલ કોરોના વોરિયર્સ સાથે જ નિષ્ઠા અને નીડરતાથી ફરજો બજાવી રહ્યા છે. અને આવશ્યક સેવા અધિનિયમ-1972 અંતર્ગત ગણેલ હોવા છતાં કોરોના વોરિયર્સ ફરજો બજાવી રહ્યા છે. અને આવશ્યક સેવા અધિનિયમ-1972 અંતર્ગત ગણેલ હોવા છતાં કોરોના વોરિયર્સ તરીેકે ઉજાક્ષેત્રના કર્મીઓને જાહેર કરેલ નથી ઉર્જાક્ષેત્રના કર્મીઓને કોરોના વોરિયર્સ ન ગણતા સરકાર દ્વારા પ્રસિઘ્ધ કરેલ નોટિફીકેશથી તેમના કર્મીઓને મળતા લાભો અને સેવાઓ આપવામાં આવતા નથી.
ઉર્જા વિભાગના વીજ કર્મચારીઓ પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકારના નોટિફીકેશન મુજબ આવશ્કય સેવા અધિનિયમ -1972 અંગર્ત આવતા હોવા છતાં અને હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં છેલ્લા એક દોઢ વર્ષથી સરકારના બધા આવશ્કયક સેવા વિભાગ સાથે ખભેથી ખભો મીલાવી જીવના જોખમે વીજ પુરવઠો અવિરત રાખી આરોગ્ય વિભાગના હોસ્પિટલો અને દવાખાનાઓમાં સતત વીજ પ્રવાહ જાળવી રાખી દર્દીઓની સારવાર માટે મશીનો, વેન્ટિલેટર અને અન્ય ઉપકરણો સતત ચાલુ રહે માટે તથા તમામ નાગરીકો લોકડાઉનમાં ઘરમાં બેસી રહેવા આજના સીમયમાં જરુરી મનોરંજનના યંત્રો ચાલુ રહે માટે સતત વીજ પ્રવાહ જળવાઇ રહે માટે દિવસ રાત જોયા વગર કોરોના મહામારીના ક્ધટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં પણ જઇ અને કોરોના સારવાર હોસ્પિટલોમા અને કોરોન્ટાઇન સેન્ટરોમાં જઇને સતત વીજ પ્રવાહ જાળવી રાખી ખુબ અતિ આવશ્યક સેવા પુરી પાડી મહત્વનો ભાગ ભજવેલ છે જયારે સામે ઉર્જા વિભાગના અસંખ્ય કર્મચારીઓ સદર આવશ્યક સેવામાં ફરજ બજાવતાં સંક્રમિત થયા છે અને મોતને ભેટીને શહિદ પણ થયા છે અને સાથે સાથે અસંખ્ય કર્મચારીઓના પરિવારજનો પણ કોરોના મહામારીના ચેપનો ભોગ બનેલા છે અને જીવ ગુમાવેલ છે. ત્યારે ફકત પોલીસ, આરોગ્ય વિભાગ અને સફાઇ કર્મચારીઓને જ લાભ આપવામાં આવે છે અને સદર વિભાગોના નામનો જ ઉલ્લેખ કરવામાં અવો છે જયારે ઉર્જા વિભાગના કર્મીઓનો કોઇ જ જગ્યાએ ઉલ્લેખ સુઘ્ધા કરવામાં આવતો નથી.
ઉજાક્ષેત્રના કર્મીઓ આવશ્યક સેવા અધિનિયમ -1972 અંતર્ગત આવતા હોઇ કોરોના વોરિયર્સ તરીકે જાહેર કરી રાજય સરકારના કોરોના વોરિયર્સ તરીકે ગણેલા કર્મીઓને મળતા નીચે મુજબના તમામ લાભો આપવા જેમ કે કોરોના વોરિયર્સ અને ફ્રન્ટ વાઇન વર્કર જાહેર કરવા, રેમડેસીવર ઇન્જેકશન આપવા પ્રથમ પ્રાધાન્ય આપવું, હોસ્પિટલમાં દાખલ કરવાની પ્રક્રિયામાં અગ્રિમતા આપવી.,જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓમાં તમામ વિઘુત સહાયક કેડરના કર્મીઓ જેઓ પણ પોતાની ફરજો હાલની કોરોના વાઇરસની પરિસ્થિતિમાં નિષ્ઠાથી બજાવતા હોવાથી સદર વાઇરસના સંક્રમણનો ભોગ બનતા કોઇપણ પ્રકારનો મેડીકલ ખર્ચ મળતો ન હોવાથી (રાજય સરકાર દ્વારા તેમના કર્મીઓને મળતો હોવાથી) સત્વરે વિઘુત સહાયક કેડરના કર્મીઓને મેડીકલ સારવાર ખર્ચ મળી રહે તે હેતું યોગ્ય વ્યવસ્થા કરવી.જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓના કાયમી કર્મીઓ માટે રાજય સરકાર દ્વારા અગાઉ આપવામાં આવેલ એલાઉન્સની એરિયર્સ ચાલુ માસથી આપવા સુચના આપવી જેથી કંપનીઓમાં ફરજ બજાવતા તમામ વર્ગના વીજકર્મીઓ જેઓ કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો સદર મળતી એરિયર્સનો મેડીકલ સારવાર ખર્ચ તરીકે ઉપયોગ કરી શકે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. તેમ એજીવીકેએસના સીનીયર સેક્રેટરી જનરલ બી.એસ.પટેલ અને જીબીઆના સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.