દેશની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસીસનું ચોથા ક્વાર્ટરનું પરિણામ ગયા શુક્રવારે જાહેર થયું હતું. ચોથા ક્વાર્ટરમાં ઇન્ફોસીસનું પરિણામ અપેક્ષા અનુસાર હતું પરંતુ કંપનીએ રજૂ કરેલું ગ્રોથ ગાઇડન્સ નાસકોમના 7-9 ટકાના ટાર્ગેટથી સારું નહિ હોવાના કારણે રોકાણકારો નિરાશ થયા હતા. તેના કારણે જોરદાર વેચવાલી આવતા સવારમાં બીએસઇમાં શેર 6 ટકા ગબડીને રૂ.1099ને તળિયે અડ્યો હતો. જોકે, પછી શેરમાં સુધારો આવ્યો હતો અને અંતે 3.10 ટકાના ઘટાડા સાથે રૂ.1132.80 પર બંધ રહ્યો છે.
શેરમાં શરૂઆતમાં 6 ટકાના ઘટાડાના કારણે કંપનીની માર્કેટ કેપ રૂ.15,297 કરોડ ઘટી ગઇ હતી. શુક્રવારના બંધ ભાવ પર કંપનીની માર્કેટ કેપ રૂ.2,55,459.12 કરોડ હતી તે સોમવારે રૂ.15,296.95 કરોડ ઘટીને રૂ.24,0162.17 કરોડ થઇ ગઇ હતી. જોકે, પછીથી શેરમાં થોડો સુધારો આવ્યો હતો અને શેર 3.1 ટકા ઘટીને રૂ.1132.80 પર બંધ રહ્યો હતો ત્યારે કંપનીની માર્કેટ કેપ રૂ.2,47,416.46 કરોડ થઇ હતી. આમ, કંપનીની માર્કેટ કેપ રૂ.8,043 કરોડ ઘટી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com