નશાકારક પદાર્થોનું સેવન ક્યારેય આવકારદાયી બનતું નથી. કેફી દ્રવ્યોનો નશો આરોગ્ય, સમાજ અને સંસ્કૃતિ માટે હંમેશા ઘાતક ગણાયું છે. પરંતુ માનવ સંસ્કૃતિમાં આદિકાળથી એક યા બીજા પરિપેક્ષ્યમાં નશાકારક પદાર્થો સામાજીક રૂઢી-રીવાજ, આદત અને પરંપરાઓ આસપાસ વિટળાયેલાં રહેતા હતાં. અગાઉના રાજાશાહી યુગમાં અફીણમાંથી તૈયાર થતાં ‘કસુંબા’ને જાજરમાન પરંપરા અને સંબંધોને ઘૂટવા માટે આદર્શ માનવામાં આવતો હતો.
કસુંબો ખૂબ જ મર્યાદિત માત્રામાં પીવાથી કેટલાંક અંશે લાભકારક હોવાનું મનાઇ છે. ઓછા પરિશ્રમે સારૂ પાચન, રોગપ્રતિકારકશક્તિ થોડીક માત્રામાં મગજને શાંતાની સાથેસાથે શરીર ઉપર લાગેલાં ઘાવ અને ઇજાઓમાં અફીણમાં રહેલું દ્રવ્ય ઔષધીનું કામ આપતું એટલે અફીણ અને કસુંબાનો ઉ5યોગ વ્યસન તરીકે નહીં પરંતુ પરં5રા તરીકે થતો હોવો જોઇએ.
બાળકોની અનિંદ્રાની સમસ્યા માટે આપવામાં આવતી બાળા ગોળી, બાલ સાથીમાં થોડા અંશે અફીણ વાપરવામાં આવે છે. આજ રીતે દારૂને શરીર માટે ઘાતક ગણવામાં આવે છે. પરંતુ દારૂનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે તો તે આવકાર્ય ગણાય પરંતુ દવામાં રહેલાં આલ્કોહોલને નશા માટે કામમાં લેવા, દવાનો દારૂ તરીકે ઉપયોગ ઘાતક બને છે.
કેફી પદાર્થોનો ઉપયોગ નશા કરતા વધુ દવા તરીકે થાય છે. અફીણમાંથી હેરોઇન, બ્રાઉન શુગર, હસીસ અને કોકીન બને છે અને યુવાનોને જીવતા મારી નાખવા જેવી યાતનાઓની સાથેસાથે ઘણાં એવા દેશો અને વૈશ્ર્વિક માફીયાઓની સિન્ડીકેટ બ્રાઝીલ, દક્ષિણ આફ્રિકાના દેશો, અફઘાનીસ્તાન જેવા અફીણ ઉત્પાદક દેશો પાસેથી કાચો માલ લઇને વિશ્ર્વમાં ડ્રગ્સની એક સમાંતર અર્થવ્યવસ્થા ચલાવે છે.
અફીણમાંથી ઘણી એવી દવાઓ બને છે કે જે જીવન રક્ષક માનવામાં આવે છે. ઓપરેશન 5ૂર્વે આપવામાં આવતું ક્લોરોફોર્મ, મોરફીન નશીલા પદાર્થોમાંથી બને છે. નશીલા પદાર્થ દવા જેટલાં જ ઉ5યોગી છે. પરંતુ તેનો ઉપયોગ નશાકારક પદાર્થ તરીકે ન થવો જોઇએ. ઠંડા-પીણાંમાં મહદઅંશે ખૂબ જ નજીવી માત્રામાં કેફી દ્રવ્યોનો ઉ5યોગ થાય છે. કેફી દ્રવ્યોનો ઉપયોગ મર્યાદામાં થાય તો તે તાજગી અને મનને જાગૃત રાખવા ઉ5યોગી થાય પણ જો તેનું પ્રમાણ વધે તો તે ઘાતક બને. દારૂ સૌથી ખરાબ અને શરીર માટે ઘાતક નશો ગણવામાં આવે છે પણ દવાની રીતે પ્રમાણમાં દારૂનું સેવન ક્યારેય લાભદાયી પણ ગણાય છે.
નશો કરવો એ નુકશાનકારક છે પણ દવા તરીકે નશીલા પદાર્થનો ઉપયોગ નુકશાનકારક નથી. કેફી દ્રવ્યો નશો કરીને જીંદગી બગાડવાનું કુદરતી સર્જન નથી. મોટાભાગના કેફી દ્રવ્યો કુદરતી રીતે ઉત્પન્ન થતી વનસ્પતિમાંથી થાય છે. દરેક ખોરાકમાં સેલ્ફ ક્રિેયેટ આલ્કોહોલનું પ્રમાણ શરીર માટે ફાયદારૂપ છે. પણ આલ્કોહોલનો અતિરેક શરીરને પતાવી નાખે છે. નશાકારક પદાર્થો હાનિકારક છે પરંતુ દવાની રીતે જો આવા પદાર્થોનો ઉપયોગ થાય તો તે ફાયદારૂપ બની શકે છે. નશો વ્યસન તરીકે નહીં પણ ઔષધ તરીકે વાપરવાની આપણી પરંપરા વિસરાઇ ગઇ છે. આજે દારૂને દવા તરીકે નહીં પણ દવાઓને દારૂ તરીકે પીવાની પ્રથા સમાજમાં ઘાતક બની ગઇ છે.