યુવતીને બથ ભરી તમાચા ઝીંકયા: પોલીસે છેડતીનો ગુનો નોંધી કરી ધરપકડ
રાજકોટ શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મંગળા મેઈન રોડ પર ગઈકાલ સવારે નોકરી પર જતી એક નર્સને એક નશાખોરે બથ ભરી લીધી હતી. નર્સે વિરોધ કરતા બેફામ બની તેને તમાચા ઝીંકી દીધા હતા. આ કૃત્ય કરનાર લુખ્ખાને રાહદારીઓએ પકડી, નશો ઉતાર્યો હતો બનાવની જાણ એ-ડીવીઝન પોલીસે આ કૃત્ય કરનાર આરોપી ભાવેશ બીજલ ઝરીયા (ઉ.વ.45, રહે. વિજય પ્લોટ)વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.ઉલેખનીય છે કે, આરોપી થોડા દિવસ પહેલા જ છરી સાથે પકડાયો હતો બાદ છેડતી કરતા પકડાયો છે.
પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું હતું કે, આરોપીએ અગાઉ પણ તેની ત્રણેક વખત છેડતી કરી હતી. પરંતુ આ અંગે તેણે ફરિયાદ કરી ન હતી. જયાં નોકરી કરે છે તે હોસ્પિટલના સ્ટાફને જાણ જરૂરનર્સિંગ યુવતી નિત્યક્રમ મુજબ ગઈકાલે સવારે હોસ્પિટલે નોકરીએ કરી જતી હતી ત્યારે મંગળા રોડ પર મનહરપ્લોટ શેરી નં-10 ના ખૂણે સામેથી આરોપી ભાવેશ ધસી આવ્યો હતો. તે યુવતી સામે આડો ઉભો રહી ગયા બાદ તેને આગળ જતા અટકાવ્યા બાદ બથ ભરી લીધી હતી. યુવતીએ વિરોધ તેને તમાચા ઝીંકી દીધા હતા.
બરાબર આ સમયે ત્યાંથી પસાર કરી હતી. થયેલા વાહન ચાલક અને રાહદારીઓએ વચ્ચે પડી યુવતીને બચાવવાનો પ્રયાસ કરતા આરોપીએ તેમની સાથે પણ ઝપાઝપી કરી હતી. જો કે કેટલાક રાહદારીઓએ આરોપીનો સામનો કરી તેનેનો નશો ઉતાર્યો હતો. આ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જે વિડીયો વાયરલ થતા લોકો તેને જોઈ હચમચી ગયા હતા. એ-ડીવીઝન પોલીસે તત્કાળ આરોપીને શોધી રાઉન્ડઅપ કરી લીધો હતો. ત્યારબાદ પોલીસે ભોગ બનનાર યુવતીની ઓળખ મેળવી તેની ફરિયાદના આધારે આરોપી વિરૂધ્ધ નિર્લજ્જ હુમલા અને ગેરકાયદે અટકાયત સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે