પરીક્ષા પછી તરત પરિણામ: પ્રથમ પચાસમાં સ્થાન પામનાર વિઘાર્થીઓને
પ્રોત્સાહન પુરસ્કાર: કારર્કિદી માર્ગદર્શન માટે સેમિનાર પણ યોજાશે
વિઘાર્થીઓ પરીક્ષાના ડરથી મુકત થાય અને સારું પરિણામ પ્રાપ્ત કરી શકે તેવા ઉદ્દેશથી આત્મીય યુનિવસીટી દવારા ધો.૧ર ના વિઘાર્થીઓ માટે ઓપન સૌરાષ્ટ્ર મોક ગુજકોટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૬ એેપ્રિલે ગુજકો ની મોક પરીક્ષામાં સૌરાષ્ટ્રની કોઇપણ શાળા કે ટયુશન કલાસીઝમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ ભાગ લઇ શકશે. આ પરીક્ષામાં બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરવામાં આવનાર છે.
આત્મીય યુનિવર્સિટી અંતગત ફેકલ્ટી ઓફ એન્જીનીયરીંગના ડીન ડો. જી.ડી. આચાર્યએ જણાવ્યા પ્રમાણે કારકીદી નિર્માણના પરીક્ષાનો વિઘાર્થીઓને ડર લાગતો હોય છે. મોટા ભાગના વિઘાર્થીઓ સ્કુલ અને પોતાના માર્ગદર્શકોની સલાહ પ્રમાણે છેલ્લા દિવસોમાં પ્રેકટીસ પેપર લખતા હોય છે. આથી વિઘાર્થીઓને પ્રેકટીસ થાય અને ડર પણ નીકળી જાય એવા ઉદ્દેશથી આ પરીક્ષાનું આયોજન પુજન ત્યાગવલ્લભ સ્વામીની પ્રેરણાથી કરવામાં આવ્યું છે. એક સાથે અઢી હજાર વિઘાર્થીઓ માટે બોર્ડની રીતે જ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાજીક ઉત્તરાયિત્વ નિભાવવાના ભાગરુપે યોજાનાર આ ઓપન રાજકોટ મોક પરીક્ષામાં કોઇપણ સ્કુલના વિઘાર્થીઓ ભાગ લઇ શકશે. આ પરીક્ષામાં પ્રથમ ક્રમે પાસ થનાર વિઘાર્થીને પાંચ હજાર, દ્વિતીય ક્રમે રહેનાર વિઘાર્થીને ત્રણ હજાર, તૃતીય ક્રમે રહેનાર વિઘાર્થીને બે હજાર પ્રોત્સાહન સ્વરુપે આપવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રથમ પચાસ ક્રમમાં સ્થાન પામનાર બીજા વિઘાર્થીઓને પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. વિઘાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શનિવારે બપોરે ૨.૩૦ થી ૫ દરમિયાન યોજાનાર આ મોક પરીક્ષાનું પરિણામ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવશે. એ દરમિયાન મોટીવેશન સ્પીકર ધર્મેશ પીઠવાના વકતવ્ય તેમજ વૈજ્ઞાનિક રીતે સંતાનની કારકીદીના આયોજન માટે મુંબઇના કારકીર્દી માર્ગદર્શક જીજ્ઞેશ તન્નાના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
રજીસ્ટ્રેશન માટે આમ તો તા.૩ એપ્રિલ અંતીમ તારીખ છે. પરંતુ વિઘાર્થીઓના ધસારાને ઘ્યાનમાં રાખીને રહી ગયેલા વિઘાર્થી માટે સ્પોટ રજીસ્ટ્રેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ માટે વિઘાર્થીએ પાસપોટ સાઇઝનો ફોટોગ્રાફ પુરુ નામ, સરનામુ ફોન નંબર વગેરે સાથે રાખીને રજીસ્ટ્રેશન સ્પોટ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ઓપન સૌરાષ્ટ્ર મોક પરીક્ષાના સમગય આયોજકોને પ્રો. આશિષ કોઠારી, જીજ્ઞેશ રાઠોડ, વગેરેનાં માર્ગદર્શનમાં આખરી ઓપ અપાઇ રહ્યો છે. સૌરાષ્ટ્રની વિવિધ સ્કુલો અને કલાસીઝમા અભ્યાસ કરતા વિઘાર્થીઓએ આ મોક પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.